<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અલાસ્કા પર સૌની નજર: ટ્રમ્પે પુતિન સાથેની બેઠક પહેલાં કર્યો મોટો દાવો: ભારત પર ટેરિફ લગાવવાથી પુતિન બેઠક માટે રાજી થયા ! દરેક વસ્તુની અસર થાય છે !

ભારતીય વસ્તુઓ પર ટેરિફ લગાવવાથી અનિવાર્યપણે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું: આનાથી રશિયાને મોટી અસર થઈ છે: ટ્રમ્પનો દાવો:આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા પુતિન વિરુદ્ધ ૨૦૨૩માં જારી થયેલું અરેસ્ટ વૉરન્ટ પણ અલાસ્કા ખાતે બેઠક યોજવાના કારણો પૈકીનું એક હોવાની ચર્ચા

અલાસ્કા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ૧૫ ઑગસ્ટના રોજ અલાસ્કા ખાતે બેઠક યોજાવાની છે. પરંતુ આ બેઠક પહેલા પણ ટ્રમ્પની બયાનબાજી ચાલુ જ રહી છે. ફૉક્સ ન્યૂઝ રેડિયોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત પર લગાવવામાં આવેલા શુલ્કને કારણે વ્લાદિમીર પુતિન તેમની સાથે બેઠક કરવા તૈયાર થયા હશે.

ટ્રમ્પનો દાવો, ભારત પર ટેરિફ લગાવવાથી પુતિન બેઠક માટે રાજી થયા

ટ્રમ્પે કહ્યું કે દરેક વસ્તુની અસર થાય છે. તેમણે જણાવ્યું કે ભારતીય વસ્તુઓ પર ટેરિફ લગાવવાથી અનિવાર્યપણે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું. આનાથી રશિયાને ખૂબ મોટી અસર થઈ છે. 

આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે નવી દિલ્હી દ્વારા રશિયન તેલની સતત ખરીદીના વિરોધમાં ભારતીય વસ્તુઓ પર વધુ શુલ્ક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી ઘણા ઉત્પાદનો પર શુલ્કનું સ્તર ૫૦% થઈ ગયું છે, જે કોઈપણ અમેરિકી વેપારી ભાગીદાર માટે સૌથી વધુ છે.

ટ્રમ્પે આગળ સંકેત આપ્યો કે પુતિનના બેઠક માટે સહમત થવામાં કદાચ ભારત પર લગાવેલા શુલ્કની ભૂમિકા રહી હશે. તેમણે કહ્યું, “ચોક્કસપણે, જ્યારે તમે તમારો બીજો સૌથી મોટો ગ્રાહક ગુમાવો છો અને સંભવતઃ તમારો પહેલો સૌથી મોટો ગ્રાહક પણ ગુમાવવાના છો, તો મને લાગે છે કે કદાચ આ બાબતે પણ અમારી બેઠક માટે નિમિત્તરૂપ  ભૂમિકા ભજવી હશે.”

બેઠક અલાસ્કામાં જ કેમ?: ટ્રમ્પ અને પુતિન આખા અમેરિકાને છોડીને અલાસ્કામાં જ કેમ મળી રહ્યા છે, કારણ કે બેઠક માટે અલાસ્કાની પસંદગી પ્રતીકાત્મક અને વ્યવહારિક રીતે કરવામાં આવી છે.

પુતિન વિરુદ્ધ આઇસીસીનું અરેસ્ટ વૉરન્ટ પણ એક કારણ: ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી) એ ૧૭ માર્ચ, ૨૦૨૩ના રોજ યુક્રેનમાં યુદ્ધ અપરાધોને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ઇન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ જારી કર્યું છે. આઇસીસીએ અરેસ્ટ વૉરન્ટ જારી કરતા કહ્યું કે પુતિન પર યુક્રેનના બાળકોને બળજબરીપૂર્વક રશિયા લઈ જવાનો આરોપ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે શુક્રવારે મોડી રાત્રે અલાસ્કા ખાતે યોજાનારી બેઠક પહેલા ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝ રેડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલા શુલ્કને કારણે રશિયાએ તેમનો બીજો સૌથી મોટો ગ્રાહક ગુમાવી દીધો, જેના કારણે પુતિન તેમની સાથે બેઠક કરવા માટે રાજી થયા હશે. 

આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારતીય વસ્તુઓ પર ૫૦% સુધીનો આયાત ટેરિફ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ બેઠક અલાસ્કામાં યોજાઈ રહી છે, કારણ કે આ સ્થળ પ્રતીકાત્મક અને વ્યવહારિક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા પુતિન વિરુદ્ધ જારી થયેલું અરેસ્ટ વૉરન્ટ પણ અલાસ્કા બેઠકના કારણો પૈકી એક હોઈ શકે છે.

(10:08 AM IST)