News of Friday, 15th August 2025
પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ, ૧૦૩ મિનિટ સુધી દેશને સંબોધ્યો
નરેન્દ્રભાઈએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો: ૨૦૧૫માં તેમણે ૮૮ મિનિટનું ભાષણ આપ્યું હતું: આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૪૭માં ૭૨ મિનિટનું ભાષણ આપ્યું હતું : વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ આપવાની બાબતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો: નરેન્દ્રભાઈનું આ ૧૨મું સ્વતંત્રતા દિવસનું ભાષણ હતું: ઇન્દિરા ગાંધીએ ૧૧ વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું

નવી દિલ્હી: લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક મોટી જાહેરાતો કરી. તેમણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ૧૦૩ મિનિટનું ભાષણ આપ્યું, જે તેમના દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીના તમામ ભાષણોમાં સૌથી લાંબુ હતું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમનું આ સંબોધન ૧૦૩ મિનિટ એટલે કે ૧ કલાક અને ૪૩ મિનિટ ચાલ્યું, જે તેમના અત્યાર સુધીના ભાષણોમાં સૌથી લાંબુ હતું.
વર્ષ ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદથી, પ્રધાનમંત્રી મોદીના ભાષણોની લંબાઈ સતત વધતી રહી છે. ગયા વર્ષે તેમણે ૯૮ મિનિટનું ભાષણ આપીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ૨૦૧૫માં તેમણે ૮૮ મિનિટનું ભાષણ આપ્યું હતું. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૪૭માં ૭૨ મિનિટનું ભાષણ આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી. તેમણે 'ડબલ દિવાળી'નો વાયદો કર્યો અને 'નેક્સ્ટ-જનરેશન' ટેક્સ ગિફ્ટની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે જીએસટી સુધારાઓ, રોજગાર યોજના, અને ખાનગી કંપનીઓ માટે ન્યુક્લિયર સેક્ટર ખોલવાની પણ જાહેરાત કરી. તેમણે પાકિસ્તાનને પણ મોટો સંદેશ આપ્યો કે ભારત પરમાણુ બ્લેકમેલિંગ સહન નહીં કરે. પ્રધાનમંત્રીના આ સંબોધનમાં ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો.
વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ આપવાની બાબતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો છે. આ તેમનું ૧૨મું સ્વતંત્રતા દિવસનું ભાષણ હતું. ઇન્દિરા ગાંધીએ ૧૧ વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
