News of Friday, 15th August 2025
ભારત હવે યુરોપીયન દેશો સાથે વેપાર કરવા સજ્જ
ઓમાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે વેપાર કરાર જલ્દીથી થશે, યુકે સાથે થયેલા કરારને પ્રક્રિયામાં એક વર્ષ લાગશેઃ મંત્રાલય હવે પ૦ મુખ્ય નિકાસકારો દેશો પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્ય઼ુ છે

નવી દિલ્હી,: અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી છે. તેમજ વધારાની 25 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થનાર છે. ટેરિફને કારણે બન્ને દેશો વચ્ચેનો તણાવ વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પની ટેરિફ છેદ ઉડાડવા માટે ભારતે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. ભારત હવે યુરોપિયન યુનિયન (EU), ઓમાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સાથે મુક્ત વેપાર કરાર (FTA) જલ્દી કરવાની તૈયારીમાં છે, જેથી પોતાની નિકાસને વધુને વધુ દેશોમાં ફેલાવી શકાય. વાણિજ્ય મંત્રક્ષાલયે જણાવ્યું હતું કે તેની સાથે જ યુનાઇટેડ કિંગ્ડમ (UK)ની સાથે થયેલી સમજૂતિને જલ્દી લાગુ કરવા અને એશિયન (ASEAN)દેશો સાથે જૂના FTA પર પણ સમીક્ષા કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથે આગામી રાઉન્ડ આવતા મહિને યોજાશે, જ્યારે જુલાઈમાં યુકે સાથે થયેલા કરારને યુકે પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષ લાગી શકે છે.
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો – આઇસલેન્ડ, લિક્ટેનસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડ સાથે મુક્ત વેપાર કરાર 1 ઓક્ટોબર, 2025થી અમલમાં આવે તેવી અપેક્ષા છે. ઓમાન સાથે વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે અને કરાર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે.
મંત્રાલય હવે 50 મુખ્ય નિકાસકાર દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યાં ભારતીય મિશન નિકાસ વધારવામાં મદદ કરશે. આ સાથે, નવા બજારો અને ઉત્પાદનો શોધવા અને હાલના કરારનો સંપૂર્ણ લાભ લેવાની યોજના પણ છે.
બજેટ 2025-26માં, નિકાસ પ્રમોશન મિશન માટે 2,250 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જેથી MSME ક્ષેત્રને મજબૂત બનાવી શકાય. જો કે, આ યોજના હજુ શરૂ થઈ નથી. નાણાકીય વર્ષ 2024-25માં, ભારતે 433.56 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી, જેમાં યુએસ, સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ અને ચીન ટોચના સ્થળો હતા.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
