તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 15th August 2025
‘જ્યાં સુધી મને મારા અધિકારો નહીં મળે ત્યાં સુધી હું ચૂપ નહીં બેસું...’, ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું જમ્મુ કાશ્મીરને રાજયનો દરજજો નહીં આપવામાં આવે તો અમે ઘરે-ઘરે જઇને તેના માટે સહી ઝુંબેશ શરૂ કરીશુ

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ નિમિત્તે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી અમને અમારા અધિકારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. જો જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં આપવામાં આવે, તો અમે ઘરે ઘરે જઈને તેના માટે સહી ઝુંબેશ શરૂ કરીશું.
સરકાર સામે ઓમર અબ્દુલ્લાનો આ રોષ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન જોવા મળ્યો. તેમણે કહ્યું કે હવે જનતા સાથે સીધી વાત કરવામાં આવશે. સહી ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરને હજુ સુધી રાજ્યનો દરજ્જો ન આપવા બદલ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ‘હવે પત્રો લખવાનો સમય બચ્યો નથી, હવે ફક્ત જનતા સાથે જ વાત કરવામાં આવશે. આ માટે, અમે ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છીએ.’ તેમણે કહ્યું, 'જ્યાં સુધી અમને અમારા અધિકારો ન મળે ત્યાં સુધી હું ચૂપ રહેવાનો નથી.' રાજ્યનો દરજ્જો આપવા અંગે ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.' 'અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચશે' ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'આ ઝુંબેશ મોટા પાયે કરવામાં આવશે. મંત્રી પોતે લોકો પાસે જશે અને સહીઓ મેળવશે. જનતા સાથે વાત કરવામાં આવશે. રાજ્યના લોકોનો અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચશે. કલમ 370 દૂર કરવા અંગે ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'આ 6 વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીર આજે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. 370 દૂર કરીને, અમારો ધ્વજ અને બંધારણ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું. હવે રાજ્યનો દરજ્જો મેળવવો પણ એક સ્વપ્ન બની ગયું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યનો દરજ્જો મેળવવો એ આપણો અધિકાર છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
