તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
જો પુતિન નહીં માને તો તેમને ગંભીર આર્થિક પરિણામોનો ભોગવવા પડશે :અલાસ્કામાં મુલાકાત પહેલા ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે કહ્યું કે હું આ મારા પોતાના ફાયદા માટે નથી કરી રહ્યો. મને તેની જરૂર નથી. હું મારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું

અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલા ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આમાં રસ નહીં લે તો તેમને ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે કહ્યું કે હું આ મારા પોતાના ફાયદા માટે નથી કરી રહ્યો. મને તેની જરૂર નથી. હું મારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. પરંતુ હું ઘણા લોકોના જીવ બચાવવા માટે આ કરી રહ્યો છું.
જ્યારે પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે શું અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતમાં પ્રાદેશિક વિનિમય પર ચર્ચા થશે? આના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની ચર્ચા કરવામાં આવશે, પરંતુ મારે યુક્રેનને આ નિર્ણય લેવા દેવો પડશે, અને મને લાગે છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે. પરંતુ હું અહીં યુક્રેન માટે વાટાઘાટો કરવા આવ્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
