<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

બૂંદીમાં એક સરકારી સ્કૂલની છત અચાનક તૂટી પડવાની ઘટનામાં ૫ બાળકો ગંભીર રીતે ઘાયલ

બાળકોની ચેતવણી છતાં શિક્ષકોએ તેમને વર્ગમાં બેસાડ્યા હોવાનો આરોપ પણ લાગ્યો

બૂંદીમાં એક સરકારી સ્કૂલની છત અચાનક તૂટી પડવાની ઘટનામાં ૫ બાળકો ગંભીરરીતે ઘાયલ થયા. ડિજિટલ મીડિયા અને એક્સ પરની પોસ્ટ્સ અનુસાર, આ ઘટનાસ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન બની, જ્યારે બાળકો વર્ગખંડમાં હાજરહતા. 

 ૭૮ વર્ષ જૂની આ ઇમારતની જર્જરિત હાલત અને વહીવટી બેદરકારીને આ ઘટનામાટે જવાબદાર ગણવામાં આવી રહી છે. બાળકોની ચેતવણી છતાં શિક્ષકોએ તેમનેવર્ગમાં બેસાડ્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે, અને પોલીસે સ્કૂલના પાંચ શિક્ષકો અને વહીવટી
અધિકારીઓ સામે તપાસ શરૂ કરી છે.

(11:55 AM IST)