હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે નિધન
ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનું યોગદાન ત્રણેય ભૂમિકામાં ઉત્તમ હતું. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થતી હતી જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું અને તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટ (શનિવાર) ના રોજ સિડનીમાં અવસાન થયું. સિમ્પસનની ઉંમર 89 વર્ષ હતી. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનું યોગદાન ત્રણેય ભૂમિકામાં ઉત્તમ હતું. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થતી હતી જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું અને તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી.
બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ મેચમાં 46.81 ની સરેરાશથી 4869 રન બનાવ્યા હતા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. સિમ્પસને 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ રમી હતી. આ એશિઝ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક માનવામાં આવે છે. સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે બે ODI પણ રમી હતી, જેમાં તેણે 36 રન બનાવ્યા હતા. તે એક શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર પણ હતો. સિમ્પસને ટેસ્ટમાં 71 વિકેટ અને ODIમાં 2 વિકેટ લીધી હતી.
બોબ સિમ્પસને 1968માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ કેરી પેકર વર્લ્ડ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરવા માટે ફરીથી મેદાનમાં પાછા ફર્યા હતા અને ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. સિમ્પસને ડિસેમ્બર 1985માં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે એપ્રિલ 1978માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ પણ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
