હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાતમી પુણ્યતિથિ : રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
દેશવાસીઓએ અટલજીને યાદ કર્યા: પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય ઘણા નેતાઓએ 'સદૈવ અટલ' સ્મારક પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી :દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શનિવારે સાતમી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તમામ દેશવાસીઓએ અટલજીને યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય ઘણા નેતાઓએ 'સદૈવ અટલ' સ્મારક પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતના વિકાસ માટે કરેલા કાર્યો માટે દેશ હંમેશા અટલ બિહારી વાજપેયીનો ઋણી રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, કિરેન રિજિજુ, ગજેન્દ્ર સિંહ શેખાવત, જેડીયુ નેતા સંજય ઝા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ અટલ સ્મારકની મુલાકાત લીધી હતી અને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર યાદ કરતી એક પોસ્ટ શેર કરી. PMએ પોસ્ટમાં લખ્યું કે હું અટલજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યો છું. દેશની પ્રગતિ પ્રત્યે તેમનું સમર્પણ અને સેવાની ભાવના દરેકને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રેરણા આપતી રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર દેશ માટે અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ કરતી એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે હું અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે વધુમાં કહ્યું કે તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે કાર્ય કર્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર તેમને તેમના અભૂતપૂર્વ યોગદાન માટે હંમેશા યાદ રાખશે.
1924માં ગ્વાલિયરમાં જન્મેલા અટલ બિહારી વાજપેયી પહેલા ભાજપ નેતા હતા જે પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે ત્રણ વખત પ્રધાનમંત્રી બનીને આ દેશની કમાન સંભાળી હતી. વાજપેયી પહેલા બિન-કોંગ્રેસી નેતા હતા જેમણે પહેલી વાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ સાથે તેમણે દેશના વિદેશ મંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે 16 ઓગસ્ટ 2018 ના રોજ દિલ્હીના એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશના વિકાસ માટે તેમના અથાક પ્રયાસો માટે દેશ હંમેશા વાજપેયીનો ઋણી રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
