હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ-અમદાવાદ હાઈવે પર દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયુ : સુરેન્દ્રનગર SMCએ 2.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપ્યા
વાંકાનેર પાસેથી પસાર થતા કન્ટેનરમાંથી ₹1.78 કરોડની કિંમતની 13,931 બોટલ વિદેશી દારૂ ઝડપાયો : મુખ્ય સૂત્રધાર સહિત ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસની સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી એક મોટા દારૂના કન્સાઈનમેન્ટનો પર્દાફાશ કરીને રૂ. 2.08 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેરના બલદાણા ગામ નજીક પંચદેવ હોટેલ સામેથી દારૂ ભરેલા કન્ટેનર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
દરોડા અને જપ્તી:
SMC ટીમના પીઆઈ આર.કે. કરમટાની આગેવાની હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો. ટીમે હાઈવે પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરને અટકાવીને તલાશી લીધી હતી. કન્ટેનરમાંથી *રૂ. 1,78,67,900/-ની કિંમતની વિદેશી દારૂની કુલ 13,931 બોટલો મળી આવી હતી. દારૂ ઉપરાંત રૂ. 30 લાખની કિંમતનું કન્ટેનર, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રૂ. 5,825/- સહિત કુલ **રૂ. 2,08,90,725/-*નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ અને વોન્ટેડની વિગતો:
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં દારૂનો જથ્થો સ્વીકારનાર ધર્મેશ ઉર્ફે ધ્રુવ દિનેશભાઈ સતાપરા (રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગર) અને કન્ટેનરના ડ્રાઈવર અચલારામ રાજુરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિજયભાઈ લખધીરભાઈ ખાચર (રહે. સુરેન્દ્રનગર) સહિત અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ આરોપીઓમાં વિજય ખાચરના ભાગીદાર નરેન્દ્ર કનુભાઈ જાલુ (રહે. કરાડી ધજાડા, સુરેન્દ્રનગર) અને દારૂ સપ્લાય કરનાર મનીષ ઉર્ફે શૂટર શર્મા (રહે. સિકર, રાજસ્થાન) અને તેનો સાથીદાર સટારામ જાટ (રહે. ગુડામલાની, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ કૌભાંડ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
