હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

યાત્રાધામ શામળાજી ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસર શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શામળિયાને આકર્ષક સુવર્ણ અલંકાર અને વાઘાથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા.મંગળા આરતી બાદ શણગાર આરતીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. દિવસ દરમિયાન અલગ-અલગ મનોરથની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવનાર છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા શોભાયાત્રામાં 100થી વધુ મટકી ફોડી ઉજવણી કરવામાં આવી છે. શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલની છોળો સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ સાથે મંદિરને લાઈટોની રોશની ,આસોપાલવ , કેળ , વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે. સાથે આ વખતે ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર ઉપર નાગદમન , ગોવર્ધન પર્વત દર્શન , કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી જુદી જુદી જાખીઓ બનાવવામાં આવી છે.
...
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM