હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપની મોટી બેઠક: NDAના ઉમેદવાર પર લાગશે મહોર
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ દેશભરમાં ચર્ચા કે હવે કોણ બનશે ભારતનો આગામી ઉપરાષ્ટ્રપતિ?

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પદ પરથી રાજીનામા બાદ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે, ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? મહત્વનું છે, ઉપરાષ્ટ્રપતિના પદ માટે આગામી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હવે જો આપણે સૂત્રોનું માનીએ તો NDA ટૂંક સમયમાં પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરશે. એવું માનવામાં આવે છે કે, ભાજપના સંસદીય બોર્ડની બેઠક 17 ઓગસ્ટે બોલાવાશે જેમાં ઉમેદવારના નામને અંતિમ મંજૂરી મળશે.
આ તરફ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ હવે દિલ્હીમાં કવાયત તેજ બની છે. NDA માં સમાવિષ્ટ દળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ માટે ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર સોંપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NDAના ઉમેદવારના નામાંકન સમયે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ હાજર રહેશે.
આ તરફ સંસદનું ચોમાસું સત્ર 18 ઓગસ્ટથી ફરી શરૂ થશે તે પહેલા NDAના સાંસદો અને સહયોગી દળોની સંયુક્ત બેઠક પણ યોજાઈ શકે છે. NDAના સાંસદો ઉમેદવારના સમર્થનમાં અનેક સેટમાં નામાંકન પત્ર ભરી શકે છે. જો વિરોધ પક્ષો પણ પોતાનો ઉમેદવાર ઉતારે છે, તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
