<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

વોટ ચોરીના આક્ષેપો વચ્‍ચે કાલે ઇલેકશન કમીશનથી પ્રેસ કોન્‍ફરન્‍સ

રાહુલ ગાંધીને જવાબ મળશે કે બિહાર ચૂંટણીની તારીખો જાહેર થશે?

નવી દિલ્લીઃ ભારતીય ચૂંટણીપંચે કાલે બપોરે 3 વાગ્યે મોટી પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સ શા માટે બોલાવવામાં આવી છે તેના વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આ કોઈ અપડેટ આપવાની હોઈ તેવી શકયતો રહેલી છે.

ભારતીય ચૂંટણી પંચે કાલે દિલ્લીમાં રાયસીના રોડ પર આવેલા રાષ્ટ્રીય મીડિયા કેન્દ્ર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ચર્ચાઓ એવી પણ છે કે, આવતી કાલે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ જે આરોપ લગાવ્યા છે તે મામણે ચૂંટણી પંચ જવાબ પણ આવી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

મહત્વની વાત એ પણ છે કે, બિહારમાં 25 જૂન ના રોજ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થયું હતું, જેનો પ્રથમ તબક્કો 8 જુલાઈ 2025 ના રોજ પૂર્ણ થયો હતો. પરંતુ તેને લઈને વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન બિહારમાં વિપક્ષે અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આ મામલે સવાલ કર્યં હતાં.

બિહારનો આ વિવાદ હવે છેક દિલ્લી સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ હવે વોટ ચોરી મામલે ભારતીય જનતા પાર્ટી પર પણ સવાલો કર્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે વિગતો આપી અને બીજેપી પર વોટ ચોરીને આરોપ લગાવ્યો હતો.

આ સમગ્ર વિવાદની વચ્ચે આવતી કાલે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ની તારીખો જાહેર કરી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.કાલની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે કઈ બાબતે બોલાવી છે તે મામલે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે, સોશિયલ મીડિયામં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

(7:49 PM IST)