News of Sunday, 17th August 2025
એકનાથ શિંદેનો આબાદ બચાવ: સ્ટેજ ઉપરથી ઉતર્યા અને તરત જ સ્ટેજ તૂટી પડ્યું

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મોટા અકસ્માતનો ભોગ બનતાં બચી ગયા.
ગોવિંદા-ઉત્સવના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા શિંદે જેવા સ્ટેજ પરથી નીચે ઉતર્યા, તેની થોડી જ ક્ષણોમાં સ્ટેજ ધસી પડ્યું. આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી, પરંતુ સ્ટેજની નબળી બાંધણી અને સુરક્ષા ધોરણો અંગે સવાલો ઉભા થયા છે.
શિંદેએ આ પ્રસંગે ઉત્સાહજનક વાતાવરણની નોંધ લીધી અને ગોવિંદા-ઉત્સવની ઉજવણી કરતા લોકોને શુભેચ્છાઓ પાઠવી. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને આયોજકોની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સખત પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
