<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ભાવનગરના ડોકટર પરિવારના ડો પ્રતિપાલસિંહ ચુડાસમા, તેમના માતૃશ્રી, તેમના પત્ની અને માસુમ પુત્રી સહિત ૮ લોકોના કરુણ અકસ્માતમાં મૃત્યુ

ડો. પ્રતિપાલસિંહ ચુડમાસનો પરિવાર કડુ ગામેથી સુરેન્‍દ્રનગર ખરીદી માટે જઇ રહેલ

આટકોટ: (વિજય વસાણી દ્વારા);એક હૃદયદ્રાવક અકસ્માતમાં ભાવનગરના વેટરનીટી ડોક્ટર પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં. ૩૫, રહે. ભાવનગર, મૂળ ઝીંજરના) તેમજ તેમના પરિવારના ૩ સભ્યો અને સંબંધીઓ સહિત  કુલ ૮ લોકોનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનામાં ડો. પ્રતિપાલસિંહના માતા કૈલાસબા જગદીશસિંહ ચુડાસમા (ઉં. ૫૫, મૂળ રહે. જીંજર, હાલ રહે. ભાવનગર), તેમના પત્ની રીઘીબા પ્રતિપાલસિંહ ચુડાસમા, અને તેમની આઠ વર્ષની પુત્રી દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (રહે. ભાવનગર)નું પણ નિધન થયું છે. આ અકસ્માતમાં સ્વીફ્ટ ડીઝાયર કાર (નં. GJ-04-CJ-1855) અને હેરિયર કાર (નં. GJ-01-WQ-3821) સામેલ હતી. સ્વીફ્ટ ડીઝાયરમાં સવાર અન્ય વ્યક્તિઓમાં મીનાબા વિરેન્દ્રસિંહ (રહે. કડુ, તા. લખતર), નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં. ૫૩, રહે. જામનગર), રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (ઉં. ૪૭, રહે. કડુ, તા. લખતર), અને દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉં. ૩૩, રહે. કચ્છ)નો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર રોડ ઉપર બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને ડો. પ્રતિપાલસિંહના પરિવાર તથા સંબંધીઓના અકાળે અવસાનથી ભાવનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

અકસ્માત એટલો ગંભીર સર્જાયો કે સ્વીફ્ટ કાર છે તે બળીને ખાખ બની ગઈ છે કારમાં  જ સવાર તમામ લોકો કારમાં જીવતા ભુંજાઈ ગયા છે. અને ઘટનામાં છ જેટલી મહિલાઓ એક બાળકી અને એક પુરુષ સામેલ છે. કાર બળી ગઈ હોવાના કારણે કારની ચેચીસ કાપી અને ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
108 ની ટીમો દ્વારા મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તહેવાર સમયે જ આ પ્રકારની ઘટના બની હોવાના કારણે પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું છે.
તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.DIG ડો.ગિરીશ પંડ્યા સહિતના અધિકારી તાત્કાલિક દોડી આવ્યા છે તપાસ શરૂ કરવામાં આવી છે.પરિવાર પર પણ અકસ્માતને લઈ આભ ફાટી પડ્યું છે.હાલ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં 10 મહિનાની બાળકી પણ મોતને ભેટી છે.

 

*સૌરાષ્ટ્રના વઢવાણ લખતર હાઇવે ઉપર થયેલા ભયાનક અકસ્માતમાં હેરિયર મોટરના ડ્રાઇવર સહિત ત્રણને હોસ્પિટલમાં ખસેડ્યા: ડ્રાઇવર હેમખેમ*

 

આટકોટ: હેરિયરના ડ્રાઇવર હેમખેમ: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વઢવાણ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર અને હેરિયર કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં હેરિયરના ડ્રાઇવર હેમખેમ છે. 

 

હેરિયરમાં રહેલા ત્રણ લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કર્યાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. આ અકસ્માતમાં કુલ ૮ ના મૃત્યુ થયા છે. 

 

મૃતકોમાં 

પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા, 

માતા કૈલાસબા જગદીશસિંહ ચુડાસમા,  

પત્ની રીઘીબા પ્રતિપાલસિંહ ચુડાસમા, 

૮ વર્ષની પુત્રી દિવ્યશ્રીબા 

ઉપરાંત 

મીનાબા વિરેન્દ્રસિંહ, 

નીતાબા ભગીરથસિંહ જાડેજા, 

રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા 

અને 

દિવ્યાબા હરદેવસિંહ જાડેજા, કચ્છનો સમાવેશ થાય છે.

(વિજય વસાણી આટકોટ અકિલા)

 

(9:32 PM IST)