<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયાઃ ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું

કોંગ્રેસે કહ્યું કે, ચૂંટણી પંચનો દાવો કે તે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદ પાડતો નથી તે હાસ્યાસ્પદ છે

નવી દિલ્હી, તા.૧૭ :વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચે આજે રવિવારે (૧૭ ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યું છે. જે તમામ આરોપોને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે. ત્યારબાદ હવે ચૂંટણી પંચના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે.

કોંગ્રેસે કહ્યું કે, ચૂંટણી પંચે ફરી ખોટું બોલ્યું. જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે(૧૭ ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાહુલ ગાંધીને કડક શબ્દોમાં માફી માંગવા કહ્યું, ત્યારે દેશના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો. ખાસ વાત એ હતી કે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા મીમ્સની મદદથી દેશની ટોચની ચૂંટણી સંસ્થા પર પ્રહારો કર્યા.

કોંગ્રેસે કહ્યું કે, ચૂંટણી પંચનો દાવો કે તે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદ પાડતો નથી તે હાસ્યાસ્પદ છે. પાર્ટીએ કહ્યું કે ઝ્રઈઝ્ર એ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નોનો અર્થપૂર્ણ જવાબ આપ્યો નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ માત્ર તેની અસમર્થતા માટે જ નહીં પરંતુ તેના પક્ષપાત માટે પણ સંપૂર્ણપણે પર્દાફાશ થયો છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન કર્યો કે, શું ચૂંટણી પંચ બિહાર SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના ૧૪ ઓગસ્ટના આદેશનો અક્ષરશઃ અમલ કરશે? વોટ ચોરીના આરોપો પર ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારના પ્રતિભાવ પર તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી જ હકીકતો જાહેર કરી છે.

(9:05 PM IST)