હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટૂથપેસ્ટમાં ઝેરી તત્વો? કોલગેટ અને ટોમ્સ ઓફ મેઈન સામે અમેરિકામાં મોટો દાવો
આ પહેલા, બાળકોના ટૂથપેસ્ટમાં પણ સીસા અને આર્સેનિકની અસુરક્ષિત માત્રા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો: નવા મુકદ્દમામાં ટ્રિશની વળતર અને દંડની માંગણી

મુંબઈ : વૈશ્વિક ટૂથપેસ્ટ ઉત્પાદકો કોલગેટ-પામોલિવ અને ટોમ્સ ઓફ મેઈન મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકામાં તેમની સામે એક નવો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપ છે કે તેમની ટૂથપેસ્ટમાં સીસા, આર્સેનિક અને પારો જેવા ખતરનાક ઝેરી તત્વો મળી આવ્યા છે, છતાં તેઓ તેને સલામત ગણાવીને વેચી રહ્યા છે.
લેબ ટેસ્ટમાં ચોંકાવનારા ખુલાસા
ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આ મુકદ્દમામાં ગ્રાહક વોલ્ટર ટ્રિશએ દાવો કર્યો છે કે કંપનીઓએ ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે અને ઉત્પાદનોમાં રહેલા ભારે ધાતુઓ વિશેની માહિતી છુપાવી છે. સ્વતંત્ર લેબ ટેસ્ટમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે:
• ટોમ્સ ઓફ મેઈનની ટૂથપેસ્ટમાં 240 ppb (પાર્ટ્સ પર બિલિયન) સીસાનું પ્રમાણ મળી આવ્યું.
• કોલગેટના ટૂથપેસ્ટમાં 539 ppb સીસાનું પ્રમાણ જોવા મળ્યું.
આ બંને પ્રમાણ આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત સલામત મર્યાદા કરતાં ઘણું વધારે છે. મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ પાસે સલામત ઉત્પાદન બનાવવાની ક્ષમતા હોવા છતાં, તેમણે જાણીજોઈને બેદરકારી દાખવી છે.
ગ્રાહકો સાથે છેતરપિંડીનો આરોપ
વોલ્ટર ટ્રિશે આરોપ લગાવ્યો છે કે આ ખોટા દાવાઓને કારણે ગ્રાહકોએ આ ઉત્પાદનો માટે વધુ કિંમત ચૂકવી હતી અને તેમને એવું લાગતું હતું કે આ ઉત્પાદનો સુરક્ષિત છે. આ વર્ષે કોલગેટ સામે દાખલ થયેલો આ બીજો મુકદ્દમો છે. આ પહેલા, બાળકોના ટૂથપેસ્ટમાં પણ સીસા અને આર્સેનિકની અસુરક્ષિત માત્રા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ નવા મુકદ્દમામાં ટ્રિશે કંપનીઓ પાસેથી વળતર અને દંડની માંગણી કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
