<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ડોલી ચા વેચવા ૬૦૦૦ લોકોને નોકરી આપવા જઈ રહ્યો છે

ડોલી ચાયવાલા સાતમા આસમાને પહોંચ્‍યો!

 

નનાગપુર તા.૧૯:  ડૉલી ચાયવાલાની એક પોસ્‍ટ આજકાલ લોકોમાં વધુને વધુ વાયરલ થઈ રહી છે. જેમાં તેણે ૬૦૦૦ લોકો માટે નોકરીઓની જાહેરાત કરી છે. આ પોસ્‍ટ ઇન્‍ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. લોકો તેના પર કોમેન્‍ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બિલ ગેટ્‍સે જ્‍યારે નાગપુરના ચા વેચનાર સુનીલ પાટિલ ઉર્ફે ડૉલી પાસે ચા પીધી ત્‍યારથી તેની કિસ્‍મત બદલાઈ ગઈ છે. આજે તે એક ઇન્‍ટરનેશનલ બ્રાન્‍ડ બની ગયો છે. મોટા મોટા સ્‍ટાર્સ સાથે બેસવું અને તેના માટે પોતાના સ્‍ટાઇલમાં ચા બનાવવી એ હવે તેની રોજની વાત બની ગઈ છે. નાગપુરના ફૂટપાથ પર પોતાની હેર સ્‍ટાઇલ અને સનગ્‍લાસીસ માટે પ્રખ્‍યાત આ છોકરો હવે એવો બ્રાન્‍ડ બની ગયો છે કે દુનિયા તેને મળવા માંગે છે.

તેણે પોતાના નામને બનાવવા માટે કયારેક દુબઈમાં ટી સ્‍ટોલ ખોલ્‍યો છે, તો કયારેક વિદેશી મહિલાઓ સાથે ફોટો લીધો છે. સીધા શબ્‍દોમાં કહીએ તો હવે લોકો તેના પાસે ચા પીવા નહીં, પરંતુ બ્રાન્‍ડની ડીલ કરવા આવે છે. હાલમાં માહિતી મળી છે કે, ડૉલી ચાયવાલા હવે ઁડૉલીની ટપરીઁ બ્રાન્‍ડને સમગ્ર ભારતમાં ફ્રેન્‍ચાઇઝી મોડલ દ્વારા ફેલાવવાની યોજના બનાવી રહ્યો છે. હવે તેના નવા પોસ્‍ટમાં તેણે લોકોને ચોંકાવી દીધા છે. આ કહાની જ્‍યારે લોકો વચ્‍ચે ચર્ચામાં આવી ત્‍યારે દરેક દંગ રહી ગયો.

ડૉલીએ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર એક પોસ્‍ટ શેર કરી છે જેમાં તેણે ૬૦૦૦ લોકો માટે નોકરીઓની જાહેરાત કરી છે. જેમાં તે માત્ર લોકોને હાયર નહીં કરે પરંતુ તેમને ટ્રેનિંગ આપીને નોકરીઓ પણ આપશે. લોકોએ આ પર કમેન્‍ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે પોસ્‍ટ પર કોમેન્‍ટ કરીને લખ્‍યું કે ડૉલીમાં આત્‍મવિશ્વાસ અને આકર્ષણ છે. તે પોતાની ચાને એક ખાસ અંદાજમાં રજૂ કરે છે અને હવે તે લોકોને પણ એ શીખવશે. જ્‍યારે બીજા યુઝરે પોસ્‍ટ પર કોમેન્‍ટ કરીને લખ્‍યું કે હવે તો લાગે છે લોકો તેની પાસે જ નોકરી માગવા જશે અને મને પણ એવું જ કરવું પડશે. એક અન્‍ય યુઝરે લખ્‍યું કે ભાઈ હવે ચાયવાલા નહીં રહ્યો પરંતુ બિઝનેસમેન બની ગયો છે. (૩૮.૪)

(9:51 AM IST)