હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીઆઇઃ દેશમાં દરરોજ થાય છે ૯૦,૪૪૬ કરોડની લેવડદેવડ
આઠ મહિનામાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે

નવી દિલ્હી તા.૧૯: ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલી યુપીઆઇ(યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ઓગસ્ટ, ૨૦૨૫માં યુપીઆઇની સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂ. ૯૦,૪૪૬ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે જાન્યુઆરીમાં નોંધાયેલા રૂ. ૭૫,૭૪૩ કરોડની તુલનામાં ઘણી વધારે છે, એટલે કે ગયા આઠ મહિનામાં શ્ભ્ત્ ટ્રાન્ઝેક્શનમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે.
એસબીઆઇરિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ જુલાઈ, ૨૦૨૫માં ડિજિટલ પેમેન્ટના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે. એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૯.૮ ટકા રહ્યો છે. તેના પછી ૫.૫ ટકાના હિસ્સા સાથે કર્ણાટક અને ૫.૩ ટકાના હિસ્સા સાથે ઉત્તર પ્રદેશનું સ્થાન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરી અને ઔદ્યોગિક રાજ્યો સાથે કળષિ આધારિત રાજ્યોમાં પણ ડિજિટલ પેમેન્ટનો પ્રચાર ઝડપથી વધી રહ્યો છે.
યુપીઆઇએપ્સની વાત કરીએ તો ફોનપે સૌથી આગળ છે, ત્યાર બાદ Google Pay અને Paytmનું સ્થાન છે. અહેવાલે ચેતવણી આપી છે કે માત્ર થોડી જ એપ્સ પર આટલી મોટી લેવડદેવડ કેન્દ્રિત થવું, ભવિષ્યમાં ભારત-કેન્દ્રિત ફિનટેક ઇનોવેશન માટે જોખમી બની શકે છે. આ કારણે એક દેશી કાઉન્ટર એપ અને AI આધારિત માળખાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
યુપીઆઇની સફળતાનો અંદાજ આથી લગાવી શકાય છે કે એપ્રિલથી જુલાઈ, ૨૦૨૫ વચ્ચે માસિક સરેરાશ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રૂ. ૨૪,૫૫૪ અબજ નોંધાયો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન રોકડ સકર્યુલેશન (CIC)નો માસિક સરેરાશ વધારો ફક્ત રૂ.૧૯૩ અબજ રહ્યો. એટલે કે રોકડની માંગની તુલનામાં યુપીઆઇનો ઉપયોગ અનેક ગણો વધી રહ્યો છે. ડેબિટ કાર્ડ અને ATMમાંથી રોકડ ઉપાડાની તુલનામાં પણ યુપીઆઇ ઘણી આગળ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
