<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ગાઝામાં ભૂખમરાને કારણે ૨૬૩ લોકો મૃત્યુ પામ્‍યા

નેતન્‍યાહૂની રણનીતિ અને મુસ્‍લિમ દેશોનું મૌન ચિંતાનો વિષય

ગાઝા તા.૧૯: ગાઝામાં ભૂખમરો એક ઘાતક હથિયાર બની ગયો છે, જેના કારણે ૨૬૩ થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલ પર ઇરાદાપૂર્વક ખોરાકનો પુરવઠો બંધ કરવાનો આરોપ છે, જે આંતરરાષ્‍ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. નેતન્‍યાહૂની રણનીતિ અને મુસ્‍લિમ દેશોનું મૌન ચિંતાનો વિષય છે

ભૂખ્‍યા બાળકો અને ગાઝાની ખંડેર શેરીઓના આ ચિત્રો જોઈને કોઈનું પણ હૃદય પીગળી શકે છે... ૨૧મી સદીમાં, જ્‍યારે માણસો ચંદ્ર પર વસાહતો સ્‍થાપવાની વાત કરી રહ્યા છે, ત્‍યારે ગાઝાના લોકો રોટલીના ટુકડા માટે તડપી રહ્યા છે. ભૂખથી લાચાર લોકોને મારી રહ્યા છે, શું આ યુદ્ધનું કોલેટરલ નુકસાન છે કે કોઈની સુવિચારિત રણનીતિ?

જે ૨૬૩ લોકો મળત્‍યુ પામ્‍યા છે, તેમાંથી બાળકો છે. શું ઇઝરાયલ ખરેખર ગાઝાને ભૂખે મરવાનો ઇરાદો ધરાવે છે? શું આ નેતન્‍યાહૂનું રાજકારણ છે કે કોઈ અન્‍ય યોજના? અને સૌથી મોટો પ્રશ્‍ન - વિશ્વના ૫૭ મુસ્‍લિમ દેશો કેમ ચૂપ છે?

સંયુક્‍ત રાષ્‍ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અનુસાર, ગાઝામાં હાલમાં દુષ્‍કાળ જેવી સ્‍થિતિ છે. ૨૧ લાખની વસ્‍તીમાંથી ૭ લાખ લોકો એવા છે જેમને ઘણા દિવસો સુધી ખોરાક મળ્‍યો નથી. ૩૩ ટકા લોકો સંપૂર્ણ ખાદ્ય અસુરક્ષામાં જીવી રહ્યા છે.

હ્યુમન રાઇટ્‍સ વોચના અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ઇઝરાયલે જાણી જોઈને ખોરાક, પાણી અને દવાઓનો પુરવઠો બંધ કરી દીધો છે, જે આંતરરાષ્‍ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

(10:25 AM IST)