હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુત્રાપાડામાં બારે મેઘ ખાંગા : ૧ર ઇંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનું જોર વધ્યુ : પાટણ-વેરાવળ-૬, ગીરગઢડા-કોડીનાર-પ, માંગરોળમાં-૪, ધોરાજી-૩, ઉના-તાલાળા-અઢી, જામનગરમાં પોણા ર ઇંચ વરસ્યો

રાજકોટ, તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનું જોર વધ્યુ છે. કાલે રાત્રીથી ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને બારે મેઘ ખાંગા થયા છે અને કાલે રાત્રીના ૧૦ થી આજે સવારના ૬ વાગ્યા સુધીમાં ૧ર ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.
કાલે રાત્રીના મેઘરાજાએ જોર પકડયું હતું અને સવાર સુધીમાં ર૮૭ મી.મી. એટલે કે સાડા ૧૧ થી ૧ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
આ ઉપરાંત પાટણ-વેરાવળમાં ૬ ઇંચ, ગીરગઢડા અને કોડીનારમાં પ ઇંચ તથા તાલાલા અને ઉનામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.
જયારે માંગરોળમાં-૪, ધોરાજીમાં-૩, જામનગરમાં પોણા ર ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: આજે સવારે અઢી કલાકમાં માંગરોળ અને તેની આસપાસના વિસ્તારોમાં ૪ ઇંચ વરસાદ થતા પાણી પાણી થઈ ગયું હતું અને લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા માંગરોળની સાથે સાથે સવારના પ્રારંભિક ૨ કલાકમાં માળિયા હાટીના તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જુનાગઢ સહિત સોરઠમાં જન્માષ્ટમીથી ફરી મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલે પણ મેઘરાજાએ સાર્વત્રિક કળપા વરસાવી હતી. આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે માંગરોળ વિસ્તારમાં સવારે મેઘરાજા તૂટી પડ્યા હતા. સવારે ૬ વાગ્યે ઓચિંતા જ મેઘ તાંડવ શરૂ થયું હતું સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં એટલે કે દોઢ કલાક દરમિયાન માંગરોળ ખાતે ૬૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી ૩૦ મિનિટના બ્રેક બાદ ફરી મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં સવારે ૮ વાગ્યે વરસવાનું શરૂ કરતા ફરી ૩૦ મિનિટમાં માંગરોળ ખાતે ૩૦ મીમી પાણી પડ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આમ સવારના અઢી કલાકમાં માંગરો પંથકમાં ૪ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકો બાનમાં મુકાઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ માંગરોળ પંથકમાં જોરદાર વરસાદી માહોલ પ્રવર્તે છે.
માંગરોળની સાથે સાથે માળીયાહાટીના તાલુકામાં પણ સવારે ૬ વાગ્યાથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. પ્રારંભિક બે કલાકમાં એટલે કે ૬ થી ૮ દરમિયાન વધુ ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો.
જુનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯: બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન ર૬.પ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૪ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૯પ ટકા, પવનની ગતિ ૪.પ કિ.મી. રહી છે.
જામનગર શહેરમાં પોણા ર ઇંચ વરસાદ પડયો છે જયારે લાલપુરમાં અડધો ઇંચ તથા જામજોધપુરમાં વરસાદી ઝાપટા પડયા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને કુંકાવાવ વડિયામાં પોણા ર ઇંચ, જાફરાબાદમાં દોઢ ઇંચ તથા ખાંભામાં પોણો ઇંચ અને અમરેલીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે બગસરા, ધારીમાં વરસાદી ઝાપટા પડયા છે.
દેવભુમી દ્વારકા
(કૌશલ સવજાણી-વિનુભાઇ સામાણી દ્વારા) ખંભાળીયા-દ્વારકાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં દોઢ ઇંચ તથા કલ્યાણપુરમાં ૧ ઇંચ અને ખંભાળીયામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ કોડીનારમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો છે.
કુલ મોસમનો ૨૦ ઇંચ વરસાદ મોસમનો કુલ વરસાદ ૨૦ ઇંચ (૪૯૭.મિમી) થયો છે.
કોડીનારમાં અને તાલુકામાં ગઈકાલે સવારના ૮:૦૦ થી આજ સવારના આઠ સુધીમાં પાંચ ઇંચ (૧૩૧. મિમી) વરસાદ નોંધાયો છે ત્યારે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાય જતા હાલાકી નો સામનો કરવો પડ્યો.જ્યારે કોડીનાર નજીકનો સિંગોડા ડેમ ઉપર બે ઇંચ વરસાદ નોંધાયો છે ડેમ ઉપર મોસમનો કુલ વરસાદ ૭૧૨ (૨૮. ઇંચ) મિમી થયો છે.ડેમ સાઇડ ઉપર પાણીની આવક થતા શિંગોડા ડેમ નો એક દરવાજો ૦. ૧૫. મીટર ખુલ્લો છે. ઘણા સમય થી વરસાદ ની રાહ જોતા ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં ૨ કલાક માં સબેલાધારે ૩. ઇંચ વરસાદ શહેરના તમામ માર્ગો માં પાણી ભરાયા હતા.
ધોરાજીમાં જન્માષ્ટમી પર્વના તહેવાર ઉપર જ રવિવારે નોમ નો લોક મેળો હોય અને વધારે લોકોને રવિવારની રજા માનવાની હોય ત્યારે અચાનક બપોરે ચાર કલાકે ભારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો સાંજના છ વાગ્યા સુધીમાં ૭૫ મીમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ બે કલાકમાં પડી ગયો હતો.
ભારે વરસાદને કારણે ધોરાજીના સ્ટેશન રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેક્સી ચોક ચકલા ચોક સાક માર્કેટ નદી બજાર ચોક તેમજ શાકમાર્કેટ શાળા નંબર ૫ વિસ્તાર તેમજ જન્માષ્ટમી મેળવ્યા ગ્રાઉન્ડ વગેરે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અમુક વિસ્તારમાં એક ફૂટ થી માંડીને બે બે ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા હતા.
ભૂગર્ભ ગટર આવ્યા બાદ સુવિધા મળવાની બદલે ચોમાસાના સમયમાં જ દુવિધા મળી રહી છે કારણ કે ભૂગર્ભ ગટર ન હતી ત્યારે મોટાભાગનો વરસાદી પાણી ગટરોમાં જતું રહેતું હતું પરંતુ ગટરો બંધ થઈ જતા ભૂગર્ભ ગટર બંધ હોય જેથી એ તમામ વરસાદી પાણી રસ્તા ઉપર વહે છે જેથી લોકોને પારાવાર સામાન્ય વરસાદમાં પણ પરેશાન થવું પડે છે આ બાબતે ધોરાજી નગરપાલિકાએ પ્રિમોનસુન કામગીરી કરવી જોઈએ.
હાલમાં જન્માષ્ટમીનો તહેવાર હોય અને જન્માષ્ટમી મેડા ગ્રાઉન્ડ ખાતે સાતમ આઠમ નોમ અને દશમ ૪ દિવસીય લોક મેળો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ત્રીજા દિવસે બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ વરસી જતા લોકમેળામાં પણ વિક્ષેપ નોંધાયો હતો.(૬.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
