<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

મેરઠ: ટોલ પ્લાઝા પર સૈનિકને માર મારવાનો મામલો : ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ કરી

ટોલ કલેક્શન એજન્સીને તાત્કાલિક બરતરફ કરવા ગ્રામજનોની માંગ: મામલો હાલ ગરમાયો, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ ચાલુ

મેરઠ:ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલા ભુની ટોલ પ્લાઝા પર રવિવારે એક સૈનિકને માર મારવામાં આવતા મોટો વિવાદ થયો છે. આ ઘટનાના વિરોધમાં આજે, સોમવારે, ગોટકા ગામના સેંકડો ગ્રામજનોએ ટોલ પ્લાઝા પર ભારે હંગામો, તોડફોડ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જાણવા મળ્યા મુજબ, ગોટકા ગામના રહેવાસી અને ભારતીય સેનાના જવાન કપિલ અને તેમના પિતરાઈ ભાઈ શિવમ સાથે ટોલ પ્લાઝા પર રવિવારે મારપીટ થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનો આજે સવારે ટોલ પ્લાઝા પર એકઠા થયા હતા.
પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસને ઘટનાસ્થળે આવવું પડ્યું, પરંતુ ગ્રામજનો શાંત થવા તૈયાર નહોતા. ગ્રામજનોએ માંગ કરી છે કે ટોલ કલેક્શન એજન્સીને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. આ મામલો હાલ ગરમાયો છે અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

(11:21 AM IST)