<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

એપલે આઇફોન ૧૭ અને આઇફોન ૧૭ પ્રોજે લોન્‍ચ કરવાની તૈયારી કરીઃ ર૦ર૬ના આઇફોન ૧૮ નહીં આવે : એપલ ર૦ર૭માં ફોલ્‍ડેબલ ફોન લોન્‍ચ કરશે

વોચ રેન્‍જ પણ અપગ્રેડ કરશે : સીરીઝ-૧૧ માં હેલ્‍થ-ફિટનેસના નવા ફિચર્સ હશે

નવી દિલ્‍હી, તા. ૧૯: એપલ આવતા મહિને તેનો નવો વેરિયન્‍ટ આઈફોન ૧૭ સિરીઝ લોન્‍ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. હજુ તો આઈફોન ૧૭ સિરીઝ તો હજુ આવી પણ નથી તે પહેલા હવે આઈફોન ૧૮ને લઈને સમાચાર સામે આવ્‍યા છે. એપલ ૨૦૨૬માં આઈફોન ૧૮ સિરીઝના લોન્‍ચના ટાઈમલાઈનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ એપલ  હવે આઈફોન ૧૮નું બેઝ મોડેલ બાકીના ફોન સાથે ૨૦૨૬માં લોન્‍ચ નહીં કરે. પરંતુ તેના બદલે કંપની તેને ૨૦૨૭ની શરૂઆતમાં લોન્‍ચ કરશે.

એટલું જ નહીં પણ એપલ તેનો પહેલો ફોલ્‍ડેબલ ફોન લોન્‍ચ કરી શકે છે. કંપનીનું માનવું છે કે આ નવા પ્‍લાનથી આઈફોનના વેચાણમાં વધારો થશે. જ્‍યારે બેઝ મોડેલ માર્કેટમાં નહીં હોય તો લોકો મજબૂરીમાં આઈફોન ૧૮ એર કે પ્રો ખરીદશે.

એપલના ચાહકો આતુરતાપૂર્વક આઈફોન ૧૭ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપની નવા-નવા પ્રોડક્‍ટ્‍સ લાવવાની તૈયારીમાં છે. લેટેસ્‍ટ માહિતી મુજબ ૨૦૨૫માં એપલ આઈફોન ૧૭ સિરીઝ અને આઈફોન ૧૭ પ્રો સિરીઝ લોન્‍ચ કરશે.

આ સાથે એપલ તેની વોચ રેન્‍જને પણ અપડેટ કરવા જઈ રહી છે. ખબર છે કે કંપની ૨૦૨૫માં એપલ વોચ સિરીઝ ૧૧ લઈને આવશે જેમાં હેલ્‍થ અને ફિટનેસને લગતા નવા ફીચર્સ હશે. આ ઉપરાંત એપલ  તેની હાઈ-એન્‍ડ સ્‍માર્ટ વોચનું નવું વર્ઝન પણ બહાર પાડશે, જે એપલ વોચ અલ્‍ટ્રા ૩ હશે અને ખાસ કરીને એડવેન્‍ચર અને આઉટડોર યુઝર્સને ધ્‍યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે.

આ પહેલીવાર નથી જ્‍યારે આ વાત સામે આવી હોય. એક જાણીતા એનાલિસ્‍ટ આ પહેલા પણ કહી ચૂકયા છે કે આઈફોન ૧૮નું બેઝ મોડેલ ૨૦૨૬માં નહીં આવે અને ફોલ્‍ડેબલ આઈફોનનું પ્રોડક્‍શન ૨૦૨૬ના અંત ભાગમાં શરૂ થશે જેથી તે ૨૦૨૭માં લોન્‍ચ થશે.

એપલ આ વર્ષે પણ તેના આઈફોન મોડેલમાં બદલાવ કરશે. કંપની આઈફોન ૧૬ સિરીઝમાંથી ‘પ્‍લસ' વેરિયન્‍ટને દૂર કરીને તેની જગ્‍યાએ આઈફોન ૧૭ ૅએરૅ લાવશે, જે અત્‍યાર સુધીનો સૌથી પાતળો અને હલકો આઈફોન માનવામાં આવે છે.

(2:22 PM IST)