<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

અલ્‍ટ્રાટેકે કાર્યરત કર્યો ભારતનો પ્રથમ હાઇબ્રિડ રિન્‍યૂએબલ એનર્જી પ્રોજેક્‍ટ

 

રાજકોટ તા.૧૯:  ભારતની સૌથી મોટી સિમેન્‍ટ અને રેડી-મિક્‍સ કોંક્રિટ કંપનીઅલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડે ગુજરાતમાં સેવાગ્રામ સિમેન્‍ટ વર્ક્‍સ ખાતે તેના ઇન્‍ટિગ્રેટેડ સિમેન્‍ટ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટમાં ૭.૫ મેગાવોટનો રાઉન્‍ડ-ધ-ક્‍લોક (આરટીસી) હાઇબ્રિડ રિન્‍યૂએબલ એનર્જી પ્રોજેક્‍ટ કાર્યરત કર્યો છે.

આ ઇનોવેટિવ સોલ્‍યુશન ગ્રીડ પાવર ઉપર કોઈપણ નિર્ભરતા વગર સિમેન્‍ટ ઉત્‍પાદન પ્રક્રિયામાં સતત ઊર્જા પૂરી પાડવા માટે બેટરી સ્‍ટોરેજ સાથેટ્રેકર્સ અને પવન ઊર્જા તેમજ બાયફેશિયલ મોડ્‍યુલનો ઉપયોગ કરીને સૌર ઊર્જાને એકીકળત કરે છે. આ પ્રોજેક્‍ટ ક્‍લિન એનર્જી સોલ્‍યુશન્‍સ કંપની જેંટારી સાથે સહયોગથી અમલમાં મૂકવામાં આવ્‍યો હતો.

બિહાઇન્‍ડ-ધ-મીટર સિસ્‍ટમ તરીકે સ્‍થાપિતઆ પ્રોજેક્‍ટ ઔદ્યોગિક વીજ વપરાશમાં દેશનો પ્રથમ પ્રોજેક્‍ટ છે અને ઉત્‍સર્જનમાં ઘટાડો અને ઉર્જા ખર્ચ ઓપ્‍ટિમાઇઝેશનના સંદર્ભમાં અદ્યતન સિસ્‍ટમ એકીકરણ શું પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવે છે. સતત ક્‍લિન એનર્જી પ્રદાન કરવાના ઉદ્દેશ્‍ય સાથે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્‍ટ ભારતના ક્‍લિન એનર્જી ટ્રાન્‍ઝિશનમાં નવા ધોરણો સ્‍થાપિત કરે છે, જે ગ્રાહકની આગેવાની હેઠળની ડિઝાઇન અને સંકલિત સિસ્‍ટમ એન્‍જિનિયરિંગની ક્ષમતા દર્શાવે છે.

(4:10 PM IST)