News of Tuesday, 19th August 2025
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર ઉપર ભારે વરસાદ ચાલુ મુંબઈ જળબંબાકારઃ યુનિવર્સિટીની પરીક્ષાઓ મુલતવી રહી

મુંબઈઃ સવારે ૧૦.૩૦ વાગ્યાના અહેવાલ મુજબ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રમાં છેલ્લી એક કલાકથી ધોધમાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શાળા કોલેજો બંધ કરી દેવાયેલ છે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મુલતવી રખાયેલ છે. સમુદ્રમાં ૧૦ થી ૧૨ ફૂટના મોજા ઉછળવાની ચેતવણી. ચાર લાખ હેક્ટર જમીનમાં નુકસાન, સર્વેના આદેશ. લગભગ આખું મુંબઈ જળબંબાકાર.
અત્યારે સવારે સાડા દસ વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં મહારાષ્ટ્ર ઉપર જબરજસ્ત વાદળા દર્શાય છે જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર વાદળાઓની જંગી જમાવટ જોવા મળે છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
