<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

૭૮ વર્ષ પછી વડાપ્રધાનની ઓફિસનું સરનામું બદલાશે

સાઉથ બ્‍લોક છોડીને હવે નવા સેન્‍ટ્રલ વિસ્‍ટા બિલ્‍ડિંગમાં કાર્યરત થશે PMO

નવી દિલ્‍હી, તા.૧૯: ભારતના વડાપ્રધાનની ઑફિસ ૭૮ વર્ષ પછી શિફ્‌ટ થઈ રહી છે. પ્રાઇમ મિનિસ્‍ટર કાર્યાલયનું નવું સરનામું હવે નવા સેન્‍ટ્રલ વિસ્‍ટા બિલ્‍ડિંગમાં હશે. મુખ્‍ય ઑફિસો નવી બિલ્‍ડિંગમાં સ્‍થળાંતરિત થવાની સાથે ૮ દાયકા સુધી ભારત સરકારના કેન્‍દ્ર સમી નૉર્થ બ્‍લૉક અને સાઉથ બ્‍લૉકને ‘યુગે યુગિન ભારત સંગ્રહાલય' નામના જાહેર મ્‍યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવશે.

હાલમાં સાઉથ બ્‍લૉકમાં સ્‍થિત પ્રાઇમ મિનિસ્‍ટર્સ ઑફિસ (PMO) આવતા મહિને થોડે દૂર આવેલા એક્‍ઝિકયુટિવ એન્‍ક્‍લેવમાં શિફ્‌ટ થશે. સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજેક્‍ટ હેઠળ ભ્‍પ્‍બ્‍ અને અન્‍ય ટોચની સરકારી ઑફિસો માટે એક્‍ઝિકયુટિવ એન્‍ક્‍લેવ તૈયાર કરવામાં આવ્‍યું છે.

નવી PMO વડાપ્રધાનના નિવાસસ્‍થાનની નજીક છે. PMO ઉપરાંત એક્‍ઝિકયુટિવ એન્‍ક્‍લેવમાં કૅબિનેટ સચિવાલય, રાષ્‍ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને એક કૉન્‍ફરન્‍સિંગ સુવિધા પણ છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા તમામ સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજેક્‍ટ્‍સને નામ આપવાના વલણને ધ્‍યાનમાં રાખીને નવા PMOનું નામ બદલી શકાય છે. સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે નવા PMOનું નામ રાખવામાં આવી શકે છે.(૨૩.૨૩)

(3:35 PM IST)