હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહિન્દ્રા ગ્રુપની મોટી કાર્યવાહી: મહિલા સાંસદને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો!: ગેરવર્તણૂક 'બિલકુલ સહન ન થાય' તેવી
શું હતો આખો મામલો?: કંપનીએ તરત જ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી અને આરોપો સાચા સાબિત થતાં જ સત્યબ્રત નાયકને નોકરીમાંથી મૂક્યો કાઢી

દિલ્હી : મહિન્દ્રા ગ્રુપે એક ચોંકાવનારી ઘટનામાં તાત્કાલિક અને કડક પગલાં ભર્યા છે. કંપનીએ તેના એક કર્મચારીને સોશિયલ મીડિયા પર બીજુ જનતા દળના સાંસદ સુલતા દેવને બળાત્કાર અને હત્યાની ધમકી આપવા બદલ નોકરીમાંથી બરતરફ કરી દીધો છે. મહિન્દ્રા ગ્રુપે આ પ્રકારની ગેરવર્તણૂકને 'બિલકુલ સહન ન થાય' તેમ ગણાવી છે અને સાબિત કરી દીધું છે કે તે પોતાના ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે કોઈ બાંધછોડ કરતી નથી.
ઓડિશાના સાંસદ સુલતા દેવે પોતાના X (પહેલાં Twitter) એકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા હતા. આ સ્ક્રીનશોટમાં મહિન્દ્રા કંપનીના નાસિક શાખાના મેનેજર અને ભાજપ કાર્યકર સત્યબ્રત નાયક દ્વારા તેમને ફેસબુક પર બળાત્કાર અને હત્યાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. સુલતા દેવે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "જો એક મહિલા સાંસદને આ રીતે ધમકીઓ મળી રહી હોય, તો કલ્પના કરો કે ઓડિશાની સામાન્ય અને ગરીબ મહિલાઓનું શું થશે!"
આ પોસ્ટ વાયરલ થયા બાદ મહિન્દ્રા ગ્રુપે તરત જ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી.
પોલીસ ફરિયાદ નોંધાવાની રાહ જોયા વિના, મહિન્દ્રા ગ્રુપે સોમવારે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર આ મામલે સ્પષ્ટતા કરી. કંપનીએ જણાવ્યું કે, "મહિન્દ્રા હંમેશા માનવીય ગૌરવ અને સન્માનના સિદ્ધાંતોમાં માને છે. અમારા કર્મચારીઓ દ્વારા આવા ગેરવર્તનને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં."
કંપનીએ તરત જ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી અને આરોપો સાચા સાબિત થતાં જ સત્યબ્રત નાયકને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ કાર્યવાહીથી મહિન્દ્રાએ સાબિત કરી દીધું છે કે તે માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિકતામાં પોતાના સિદ્ધાંતોનું પાલન કરે છે. આ ઘટનાએ ભારતમાં કોર્પોરેટ જવાબદારી અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર એક નવી ચર્ચા છેડી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
