News of Tuesday, 19th August 2025
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પરિવહન ક્ષેત્રના બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને મળી મંજૂરી
રાજસ્થાનના કોટા ખાતે બૂંદીમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી : ઓડિશાના કટક અને ભુવનેશ્વર વચ્ચે 8307 કરોડ રૂપિયાના ખર્ચે રિંગ રોડ બનાવવાનો નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા ખાતે બૂંદીમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
જેની કિંમત આશરે 1507 કરોડ રૂપિયા હશે. આ ઉપરાંત, ઓડિશાના કટક અને ભુવનેશ્વર વચ્ચે 8307 કરોડ રૂપિયાના ખર્ચે રિંગ રોડ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ દેશના પરિવહન અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
રાજસ્થાનના કોટામાં લાંબા સમયથી નવા એરપોર્ટની માંગ ઉઠી રહી હતી. હાલનું એરપોર્ટ નાનું અને મર્યાદિત ક્ષમતા ધરાવે છે, જેના કારણે નવા એરપોર્ટની જરૂરિયાત વર્તાઈ રહી હતી. આ નવા એરપોર્ટના નિર્માણ માટે રાજસ્થાન સરકાર 1000 એકર જમીન ફાળવશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
