News of Tuesday, 19th August 2025
આતુરતાનો આવી ગયો છે અંત: NEET PG 2025નું રિઝલ્ટ જાહેર
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ - natboard.edu.in અને nbe.edu.in પર સ્કોરકાર્ડ ચકાસી શકશે.

નવી દિલ્હી :NEET PG પરીક્ષા 2025 (NBEMS) માં શામેલ થયેલા કેંડિડેટ્સની આતુરતાનો આવી ગયો છે અંત NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ - natboard.edu.in અને nbe.edu.in પર સ્કોરકાર્ડ ચકાસી શકશે.
સત્તાવાર જાહેરાત બાદ ઉમેદવાર નીચે આપેલા સ્ટેપ પ્રમાણે NEET PG 2025નું પરિણામ ચેક કરી શકે છે.
સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાઓ
હોમપેજ પર "NEET PG 2025 પરિણામ લિંક ક્લિક કરો.નોંધણી નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો.સબમિટ કરવા પર NEET PG 2025 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.પરિણામ ડાઉનલોડ કરીને તેની પ્રિંટ આઉટ નીકાળી દો
લેપટોપ ઉપરાંત, ઉમેદવારો NBEMS ની સત્તાવાર વેબસાઇટ પરથી મોબાઇલ ફોન પર પણ પરિણામ (NEET RESULT) ચકાસી શકે છે. મોબાઇલ બ્રાઉઝરમાં લોગ ઇન કરીને સ્કોરકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
પરિણામો જાહેર થયા પછી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે. આમાં, ઉમેદવારો તેમના રેન્ક અને પસંદગીના આધારે કોલેજો પસંદ કરી શકશે. લાયક ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને તે પછી કોલેજો ફાળવવામાં આવશે. આ પ્રક્રિયા મેડિકલ પ્રવેશમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પરિણામ સાથે જારી કરાયેલ સ્કોરકાર્ડ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં ઉમેદવારનો સ્કોર, પર્સન્ટાઇલ અને રેન્ક હોય છે. આ સ્કોરકાર્ડ કાઉન્સેલિંગ દરમિયાન પ્રવેશ માટેનો આધાર બનશે.
NEET PG પરીક્ષા 3 ઓગસ્ટ 2025 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં હજારો મેડિકલ ઉમેદવારોએ હાજરી આપી હતી. MD, MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા ફરજિયાત છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પરિણામ પછી જ આગળ વધશે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
