હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલમાં ભારે વરસાદ અને ઠેર ઠેર ભૂસ્ખલન અને અચાનક પૂરનું જોખમ
સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ વર્ષે કિન્નૌર કૈલાશ યાત્રા રદ કરી

હિમાચલ : હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ખરાબ થયા છે. સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ વર્ષે કિન્નૌર કૈલાશ યાત્રા રદ કરી. યાત્રા માર્ગ પર ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધ્યું છે.
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે રાજ્યના ઘણા રસ્તાઓ બંધ થયા છે. ખાસ કરીને કિન્નૌર કૈલાશ યાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે યાત્રીઓ માટે માર્ગ અત્યંત જોખમી બન્યો છે.
અચાનક પૂર અને પથ્થરો પડવાના ખતરાને ધ્યાને રાખીને હિમાચલ પ્રદેશ સરકારે આ વર્ષની કિન્નૌર કૈલાશ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે શ્રદ્ધાળુઓને સલામત સ્થળે રહેવાની અને યાત્રા ટાળવાની સૂચના આપી છે. રાજ્યમાં એન ડી આર એફ અને એસ ડી આર એફની ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં લાગેલી છે, અને લોકોને જોખમી વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
