News of Wednesday, 20th August 2025
એન.સી.ઈ.આર.ટી.ના નવા અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલાનો સમાવેશ

નવી દિલ્હી,તા.૨૦: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.) એ તેના નવા અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા વિશેના મોડ્યુલનો સમાવેશ કર્યો છે. આ મોડ્યુલ વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર દળોની સિદ્ધિઓ અને દેશની સુરક્ષા માટેના પ્રયાસો વિશે શીખવશે.
એન.સી.ઈ.આર.ટી. દ્વારા બે નવા મોડ્યુલ બહાર પાડવામાં આવ્યા છે. એક મોડ્યુલ પ્રાથમિક (ધોરણ ૩ થી ૫) અને મધ્યમ (ધોરણ ૬ થી ૮) તબક્કાના વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે બીજો મોડ્યુલ માધ્યમિક (ધોરણ ૯ થી ૧૨) તબક્કા માટે છે.
માધ્યમિક સ્તરના મોડ્યુલ, જેનું શીર્ષક ઓપરેશન સિંદૂર - સન્માન અને શૌર્યનું મિશન છે, તેમાં સમજાવવામાં આવ્યું છે કે આ ઓપરેશન એક લશ્કરી સફળતા, તકનીકી સફળતા અને રાજકીય સંદેશનું અનોખું મિશ્રણ હતું. આ મોડ્યુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સ્વતંત્રતા પછી પાકિસ્તાને ભારતની શાંતિને ભંગ કરવાના અનેક પ્રયાસો કર્યા છે.
મોડ્યુલ મુજબ, પહેલગામ હુમલો પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતળત્વના સીધા આદેશ હેઠળ થયો હતો. આ હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રો, રડાર, સપાટીથી હવામાં માર્ગદર્શિત શષાો, રનવે અને હેંગરોનો નાશ કર્યો હતો, જેના પરિણામે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીને ભારે નુકસાન થયું હતું.(૪૦.૧૧)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
