News of Wednesday, 20th August 2025
સોરઠમાં જળબંબાકાર : મેંદરડા ૧૩, કેશોદ ૧૧, માણાવદરમાં ૮ ઇંચ :જુઓ વિડીયો
વંથલી-૬, માંગરોળ-પ, જુનાગઢ-૩ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી : અનેક નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર : તંત્ર ખડે પગે : અનેક રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ્પ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦ : જુનાગઢ સહિત સોરઠમાં આજે એક જ દિવસમાં ચોમાસાનું ચિત્ર પલટાઈ જવા પામ્યો છે. વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કરતા બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લામાં ૧ થી ૧૩ વરસાદ નોંધાયો હતો.
આજના વરસાદથી સૌથી વધુ અસર કેશોદ, મેંદરડા, માણાવદર વંથલી સહિતના વિસ્તારોને થઈ છે. ભારે અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહારને ખૂબ જ અસર થઈ છે. કેટલાક રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
સવારના ૬ થી ૧૨ સુધી ૬ કલાકમાં સૌથી વધુ ૧૩ ઇંચ વરસાદ મેંદરડા વિસ્તારમાં નોંધાતા લોકોની હાલત દયાજનક થઈ ગઈ છે.
છેલ્લા ૬ કલાકમાં માણાવદર તાલુકામાં ૮, વંથલીમાં ૬, કેશોદ વિસ્તારમાં ૧૧, માંગરોળ તાલુકામાં ૫, માળીયાહાટીના પંથકમાં પણ ૪ ઇંચ, ભેસાણમાં ૭ મીમી, વિસાવદર ૧૦ મીમી, વરસાદ નોંધાયો હતો.
જુનાગઢ શહેરમાં ૩ ઇંચ વરસાદ થતા કાળવા વોંકળામાં ભરપૂર પાણી આવ્યું હતું. આ સાથે પાણી ડાયવર્ટ કરવામાં આવતા શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ફરી ઓવરફ્લો થયું હતું. બપોરે પણ સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદમાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. આજે બપોર સુધીમાં કેશોદમાં ૧૧ ઇંચ વરસાદ પડયો છે. (૪.૧૨)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
