<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

હવે રેશનકાર્ડનો વારો : ૧.૧૭ કરોડ કાર્ડ ધારકોના નામ હટાવી દેવામાં આવશે

કેન્‍દ્ર સરકારે અયોગ્‍ય રેશનકાર્ડ ધારકોની યાદી તૈયારી કરી : ચકાસણી બાદ દુર કરવા નિર્દેશ અપાશે સપ્‍ટેમ્‍બર સુધીમાં આ પ્રક્રિયા હાથ ધરાશે : આવકવેરા ભરનારા, ફોર વ્‍હીલર માલિકો અને કંપનીઓના ડિરેકટરોનો સમાવેશ થાય છે

નવી દિલ્‍હી, તા.૨૦: કેન્‍દ્ર સરકારે રેશનકાર્ડ ધારકોની યાદીની મોટા પાયે કાપણી શરૂ કરી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે પહેલીવાર એવા રેશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે જેઓ મફત અનાજ જેવા લાભો માટે પાત્ર ન હોઈ શકે. આ યાદીમાં લગભગ ૧.૧૭ કરોડ લોકોનો સમાવેશ થાય છે. આ એવા લોકો છે જેમની પાસે ફોર વ્‍હીલર છે અથવા આવકવેરા ભરનારા છે અથવા કંપનીઓમાં ડિરેક્‍ટર છે. કેન્‍દ્રએ રાજ્‍યોને ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં આ અયોગ્‍ય કાર્ડ ધારકોને દૂર કરવા માટે જરૂરી ચકાસણી કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે વિવિધ સરકારી ડેટા બેઝ સાથે રેશનકાર્ડ ધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે. આમાં આવકવેરા વિભાગ (કરદાતાઓ), કોર્પોરેટ બાબતોના મંત્રાલય (નિર્દેશકો) અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (ફોર વ્‍હીલર માલિકો) જેવા વિભાગોનો ડેટા શામેલ છે. આ ક્રોસપ્રવેરિફિકેશનમાં જાણવા મળ્‍યું છે કે ૯૪.૭૧ લાખ રેશનકાર્ડ ધારકો આવકવેરા ભરનારા છે, ૧૭.૫૧ લાખ પાસે ફોર વ્‍હીલર છે અને ૫.૩૧ લાખ લોકો કંપનીઓમાં ડિરેક્‍ટર છે.

એક અહેવાલ મુજબ, વિભાગના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે આ ડેટાના આધારે, રાજ્‍યોને અયોગ્‍ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરવામાં આવશે, જેથી રાહ જોવાની યાદીમાં રહેલા જરૂરિયાતમંદ લોકોને રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભ મળી શકે. NFSA ડેશબોર્ડ અનુસાર, ૧૯ ઓગસ્‍ટ સુધી ૩૬ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૭૬.૧૦ કરોડ લાભાર્થીઓને આવરી લેતા ૧૯.૧૭ કરોડ રેશનકાર્ડ જારી કરવામાં આવ્‍યા છે. નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓ, ૧ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો, ફોર વ્‍હીલર માલિકો અને કરદાતાઓ મફત અનાજ માટે પાત્ર નથી. કેન્‍દ્રએ ૮ જુલાઈના રોજ તમામ રાજ્‍યોના મુખ્‍ય સચિવો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના સલાહકારોને પત્ર લખીને આ મુદ્દા પર ભાર મૂકયો હતો.

ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ પત્રમાં જણાવ્‍યું હતું કે રાશન કાર્ડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ (RCMS) માં ડુપ્‍લિકેટ, મળત અને નિષ્‍ક્રિય લાભાર્થીઓની ઓળખ થઈ ચૂકી છે. હવે અન્‍ય મંત્રાલયોના ડેટા સાથે મેચ કરીને અયોગ્‍ય લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી API-આધારિત એકીકરણ દ્વારા રાજ્‍યોને ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, જે ‘રાઇટફુલ ટાર્ગેટિંગ ડેશબોર્ડ' પર જોઈ શકાય છે.

ચોપરાએ રાજ્‍યોને આ કેસોની ચકાસણી કરવા, અયોગ્‍ય લાભાર્થીઓને દૂર કરવા અને ડેટા શુદ્ધ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ પગલું લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા (વ્‍ભ્‍ઝલ્‍) ની ન્‍યાયીતા અને અખંડિતતાને મજબૂત બનાવશે. આનાથી તે જરૂરિયાતમંદ લોકોને સામેલ કરવાનો માર્ગ ખુલશે જેઓ હજુ પણ આ યોજનાથી વંચિત છે. કેન્‍દ્રએ અગાઉ ૨૦૨૧-૨૦૨૩ દરમિયાન ૧.૩૪ કરોડ નકલી અથવા અયોગ્‍ય રેશનકાર્ડ રદ કર્યા હતા. ફજ્‍લ્‍ખ્‍ હેઠળ ૮૧.૩૫ કરોડ લોકોને આવરી લેવાની મર્યાદા શહેરી વિસ્‍તારોમાં ૫૦ ટકા વસ્‍તી અને ગ્રામીણ વિસ્‍તારોમાં ૭૫ ટકા છે. ફઝખ્‍ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પૂરું પાડવાની જોગવાઈ કરી છે.(૨૩.૩)

(4:05 PM IST)