તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
હિમાચલપ્રદેશ : ચંબામાં ૨ વાર ભુકંપના આંચકા
પાકિસ્તાનમાં ૩.૭ની તીવ્રતાનો ભુકંપ લોકોમાં ભયનો માહોલ : જાનમાલના નુકશાનના કોઇ અહેવાલ નહિ

નવી દિલ્હી, તા.૨૦: દેશના ઉત્તર વિસ્તારમાં કુદરત જાણે રુઠી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. એક પછી એક આફત આવી રહી છે. પહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, ત્યાર બાદ વાદળ ફાટવાથી ભયાનક પૂર આવ્યું હતું, જેના અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે ભૂકંપના જોરદાર આંચકાથી ફરી એક વખત લોકોમા ફફડાટ ફેલાયો છે.
આજે હિમાચલ પ્રદેશમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. હિમાચલના ચંબામાં એક કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં પ્રથમ આંચકો ૩.૩ની તીવ્રતાનો જ્યારેં બીજો આંચકો ૪ની તીવ્રતાનો હતો. જો કે તંત્ર માટે રાહતની એ રહી હતી કે આ ભૂકંપમાં કોઈ મોટું નુકસાન થયું નથી.
હિમાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપની અસર પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક ભુકંપ આવતા સૂતેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપ ૨૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ ભૂકંપના આંચકાઓએ હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલી કુદરતી આફતોની યાદ તાજી કરી દીધી. તાજેતરમાં કુલ્લુના લઘાટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. ડેપ્યુટી કમિશનર તોરુલ એસ. રવિશે જણાવ્યું હતું કે, ભૂતનાથ પુલ પાસેનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હતો, હનુમાન બાગ પુલ ધોવાઈ ગયો હતો અને એક સ્મશાનગળહને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત બે દુકાનો, બે શાકભાજીની દુકાનો અને એક ઘર પણ આ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયું હતું. રોપરી ભૂતથી પુલને પણ નુકસાન થયું છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
