તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કર્ણાટક સરકારે SC અનામતમાં કર્યો ફેરફાર અનુસૂચિત જાતિને ૩ ભાગમાં વહેંચી
કેબિનેટની બેઠકમાં આંતરિક અનામત સંબંધિત આયોગના રિપોર્ટની ભલામણો પર ચર્ચા બાદ નિર્ણય

નવી દિલ્હી, તા.૨૦: કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામત આપવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક કેબિનેટે આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે. જણાવવામાં આવ્યું છે કે કેબિનેટની ખાસ બેઠકમાં આંતરિક અનામત સંબંધિત ન્યાયમૂર્તિ એચ.એન.નાગમોહન દાસ આયોગના રિપોર્ટની ભલામણો પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ (SC) માટે આંતરિક અનામત લાગુ કરવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ નિર્ણય લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને સંતોષવા માટે લેવામાં આવ્યો છે, ખાસ કરીને લ્ઘ્ લેફ્ટ (મદિગા) અને લ્ઘ્ રાઈટ (હોલેયા) સમુદાયોની માંગણીઓને ધ્યાનમાં રાખીને.
નવા ફોર્મ્યુલા મુજબ, ૧૭% અનામતમાંથી ૬% SC લેફ્ટ સમુદાય માટે, તેમજ ૬% લ્ઘ્ રાઈટ સમુદાય માટે અને બાકીના ૫% લંબાણી, ભોવી, કોરચા, કોરમા જેવી અન્ય પેટા-જાતિઓ માટે નક્કી કરવામાં આવ્યા છે.
સુ-ીમ કોર્ટે અનુસૂચિત જાતિઓમાં આંતરિક અનામતને મંજૂરી આપ્યાના એક વર્ષ પછી આ નિર્ણય લેવાયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેનો વટહુકમ ચોમાસુ સત્ર પછી બહાર પાડવામાં આવશે અને કઈ કેટેગરીને -ાધાન્યતા મળશે તે સ્પષ્ટ કરવામાં આવશે.
જોકે, દલિત અધિકાર અને સવર્ણ જાતિઓ સમક્ષ ઝૂકીને, રાજ્ય કેબિનેટે નિવળત્ત ન્યાયાધીશ એચ.એન. નાગમોહન દાસના વડપણ હેઠળના એક-સભ્ય કમિશને કરેલી ભલામણોને રદ કરી દીધી છે. કમિશને સૌથી વધુ ગેરલાભમાં રહેલી વિચરતી જાતિઓ માટે ૧% અને આદિ કર્ણાટક, આદિ દ્રવિડ અને આદિ આંધ્ર માટે ૧% અનામતની ભલામણ કરી હતી. ૪ ઓગસ્ટે પોતાનો અહેવાલ સુપરત કરનાર આ કમિશને દલિત અધિકાર માટે ૫%, દલિત ડાબેરી માટે ૬% અને સવર્ણ જાતિઓ માટે ૪% અનામતની ભલામણ કરી હતી.
આ નિર્ણય સુ-ીમ કોર્ટના ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના ચુકાદા પછી શકય બન્યો છે, જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિઓની અંદર પેટા-વર્ગીકરણ કરવાની સત્તા આપવામાં આવી હતી. કર્ણાટકમાં અનુસૂચિત જાતિઓની કુલ ૧૦૧ પેટા-જાતિઓ છે, જેમાં મદિગા (SC લેફ્ટ) અને હોલેયા (SC રાઈટ) મુખ્ય છે. મદિગા સમુદાય સામાજિક-આર્થિક રીતે પછાત છે અને હાલના અનામતનો લાભ મુખ્યત્વે સ્પળશ્ય જાતિઓ અને હોલેયા સમુદાયને મળે છે.
નાગમોહન દાસ આયોગે મે થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન એક મોટો સર્વે કર્યો, જેમાં કર્ણાટકની અંદાજિત ૧.૧૬ કરોડ અનુસૂચિત જાતિની વસ્તીમાંથી ૯૩% લોકોને આવરી લેવામાં આવ્યા. આ સર્વેમાં ૨૭.૨૪ લાખ પરિવારોના ૧.૦૭ કરોડ લોકોના આંકડા ભેગા કરવામાં આવ્યા. આયોગે ૪ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને પોતાનો ૧૭૬૬ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેને ૭ ઓગસ્ટના રોજ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મંત્રીમંડળે આયોગનો રિપોર્ટ સ્વીકાર કર્યો, પરંતુ તેમાં કેટલાક ફેરફારો કર્યા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
