<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

સોનામાં વધુ ૯૦૦-ચાંદીમાં પ૦૦ રૂા.તૂટયા

સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ ઘટીને ૧,૦૧,૬૦૦ અને ચાંદીના ભાવ ૧,૧૪,૦૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૨૦ :  બુલીયન માર્કેટમાં  પુનઃ ઘટાડાનો દોર શરૂ થયો હોય તેમ આજે સોનામાં વધુ ૯૦૦ રૂા. અને ચાંદીમાં પ૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે ૯૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦ર,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૦૧,૬૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં  ૯૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૦,રપ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૦,૧૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦ રૂા. ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૧૪,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૧૪,૦૦૦ રૂા. થયા હતા.

રશીયા અને યુક્રેન વચ્‍ચે યુધ્‍ધ વિરામની આશાએ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહયાનું જવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૧)

(2:51 PM IST)