તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
યુપી : શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવ્યું
ગૃહમંત્રાલયે મંજુરી આપી

લખનૌ, તા.૨૦: યુપી સરકારે બીજા શહેરનું નામ બદલી નાખ્યું છે. શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તહસીલનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે જલાલાબાદને પરશુરામપુરી તરીકે ઓળખવામાં આવશે. ગળહ મંત્રાલયે આ માટે NOC જારી કર્યું છે. ગળહ મંત્રાલયે ૨૦ ઓગસ્ટે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ નામને મંજૂરી આપી છે. પીલીભીતના સાંસદ જિતિન પ્રસાદે હ્ પ્લેટફોર્મ પર આ માહિતી શેર કરી હતી. જલાલાબાદ ભગવાન પરશુરામનું જન્મસ્થળ માનવામાં આવે છે. તેથી, રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાં આ સ્થળને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું હતું. ગયા વર્ષે જૂનમાં, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, રાજ્ય સરકારે નામ બદલવા માટે કેન્દ્રીય ગળહ મંત્રાલયને પત્ર મોકલ્યો હતો. જલાલાબાદ પર્યટન સ્થળ બનવાની સાથે, અહીં ઘણા બ્યુટીફિકેશનના કામો પણ કરવામાં આવી રહ્યા છે.
જલાલાબાદ શાહજહાંપુરમાં તહસીલ મુખ્યાલય છે. લાંબા સમયથી તેનું પરશુરામપુરી નામ રાખવાની માંગ કરવામાં આવી રહી હતી. કેન્દ્રીય વાણિજ્ય, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે પણ આ સંદર્ભમાં સીએમ યોગી આદિત્યનાથને જલાલાબાદને પરશુરામપુરી કરવા વિનંતી કરી હતી. હવે કેન્દ્રીય ગળહ મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે.
યુપીમાં યોગી સરકાર આવ્યા બાદ ઘણા શહેરોના નામ બદલવામાં આવ્યા છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુઘલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન અને ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરંગણા લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે. લખનૌમાં ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. અશોક સિંઘલાસ સર્વોદયનગરમાં ગેટનું નામ બદલીને વિનાયક દામોદર સાવરકર ગેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સિંકદરબાગ ઇન્ટરસેક્શનનું નામ બદલીને વીરંગણા ઉદાદેવી, વિરમખંડ રામભવન ઇન્ટરસેક્શનનું નામ બદલીને અમર શહીદ મેજર કમલ કાલિયા ઇન્ટરસેક્શન કરવામાં આવ્યું છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
