<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

સમગ્ર અધ્‍યાત્‍મનો સાર એક જ શબ્‍દમાં ‘સજાગતા'

સાધુ વાસવાણી મિશનના પીઠાસીન દીદી શ્રી ક્રિષ્‍નાકુમારીજી ‘અકિલા'ના આંગણે અન્‍યને બદલવાનો પ્રયત્‍ન ન કરો, ખુદે બદલવાનું છે : સતત ચિંતન કરો ... ‘‘હું શરીર નથી, આત્‍મા છું, ભગવાન સતત મને જુએ છે, હું શકિતશાળી છું, જે બને છે તે મારા હિતમાં છે '' : શુક્રવારે ‘ચુઝ હેપીનેસ' વિષય પર પ્રવચન

સાધુ વાસવાણી મિશનના પીઠાસેન પૂ. દીદી કૃષ્‍ણાકુમારીજી આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પૂ. દીદીનું ભાવપુર્વક સ્‍વાગત કર્યુ હતું. તસ્‍વીરોમાં સાધુ વાસવાણી મિશનના વડા પૂ. દીદી ક્રૃષ્‍ણાકુમારીજી સાથે ગીતા પબ્‍લીકેશનના ગુલશનભાઇ દુદાણી, સાધુ વાસવાણી એજયુકેશન વિંગના રાષ્‍ટ્રીય ડાયરેકટર, મંજુ નીચાણી, જોગનજી જેઠાણી, બી.બી.ગોગીયા, રવિ બી. ગોગીયા, બ્રિજલાલ સોમવાણી, મુશ્‍કાન ગોગીયા, ખંજના વસાવડા વગેરે નજરે પડે છે. (તસ્‍વીર :  સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૦: ‘‘હું શરીર નથી, આત્‍મા છું, હું શકિતશાળી છું, ભગવાન મને જુએ છે. જે કંઇ બને છે એ મારા હિતમાં છે.'' આ વાકયો દરેક સમસ્‍યાનો  ઉકેલ છે. આ વાકયોનું ચિંતન નિરંતર કરો મનમાં દૃઢ કરી દો. આ માન્‍યતા દૃઢતાથ સ્‍થાપિત થઇ જશે તો અશાંતિ, ડર, તનાવ, ગુસ્‍સો, ચિંતા વગેરે દુર થઇ જશે.

આ શબ્‍દો પૂ. કૃષ્‍ણકુમારીજીના છે. તેઓ સાધુ વાસવાણી મિશનના પીઠાસીન છે. તેઓ આજે ‘અકિલા' ના આંગણે પધાર્યા હતા. દીદીએ આધ્‍યાત્‍મિક અને સેવાપ્રવૃતિ અંગે સવિસ્‍તર વાતો કરી હતી.

દીદીએ જણાવ્‍યું હતું કે માણસો અન્‍યમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો ન જોઇએ ખુદને જ બદલવાનું છે એ યાદ રાખવાનું છે. અને તે પ્રમાણે. જ વિચાર, વર્તન કરવાના છે. નિરંતર સજાગતા હોવી જોઇએ.

પૂ. દીદીએ કહયું હતું કે, સમગ્ર અધ્‍યાત્‍મના એક જ શબ્‍દમાં સમાવેશ કરવો હોય તો એ શબ્‍દ છે. સજાગતા સતત જાગૃતિ જરૂરી છે. વિચાર, વાણી, વર્તન અને કર્મ અંગે સજાગ રહેવું જરૂરી છે.  જાગૃતિ વગર થયેલું કોઇ પણ કાર્ય ખુદ સાથે છેતરપીંડી સમાન છે.

સમર્પણ અંગે દીદીએ જણાવ્‍યું હતું કે, ગુરૂ કે પરમાત્‍મામાં પૂર્ણ    સમર્પણ એ આધ્‍યાત્‍મિક રૂપે ટોચની અવસ્‍થા છે. ઇગો સૌથી બાધક છે. સૌપ્રથમ સમર્પણની ઇચ્‍છા થવી જોઇએ ખુદને બદલવાનું છે, તેની સમજ જોઇએ. આ અંગે જાગૃત રહીને મનને એકાગ્ર કરવાનું છે. વિચાર, વર્તન અને કર્મ અંગે સતત સજાગ રહેવાનું છે. પરમાત્‍મા મને જુએ છે તે ભાવ જરૂરી છે.

પૂ. દીદીએ જણાવ્‍યું હતું કે, દરેકને પોતાને અનુકુળ બાહ્ય વાતાવરણ જોઇએ છે. હું ઇચ્‍છુ તે ન મળે ત્‍યારે અશાંતિ સર્જાય છે. વાસ્‍તવમાં એવું વિચારવાનું છે કે, બાહ્ય માહોલ માના હિતમાં છે. જે કંઇ બને છે તે મારા ભલા માટે બને છે. આજે સ્‍વીકાર ભાવ કહેવાય. સ્‍વીકાર ભાવ પ્રલય બની જાય તો મોટા ભાગની સમસ્‍યાઓ દૂર થઇ જાય. મારી સાથે દરેક ક્ષણે પ્રભુ અને મને શકિત-સહયોગ આપે છે. તેમજ માનવું.

તનાવ અંગે પૂ. દીદીએ કહ્યું હતું કે, તનાવ બે પ્રકારના હોય છે. પ્રોઝીટીવ અને નેગેટીવ, નકારાત્‍મક તનાવ નુકશાનકારક છે. સકારાત્‍મક તનાવ આત્‍મા બળ વધારવાનો છે. નકારાત્‍મક તનાવથી ચિંતા, ગુસ્‍સો વધે છે. સકારાત્‍મક તનાવથી  ઉત્‍સાહ-આત્‍મા વિશ્વાસ વધે છે.

પૂ. દીદીએ જણાવ્‍યા હતું કે, મેળવી લેવાની વૃતિ પણ ધાતક છે. તેને બદલે જુદુ વિચારવાનું છે. હું આત્‍મા છું, પરમાત્‍માનો અંશ છું કંઇ મેળવવા નહિ, આપવા માટે આવ્‍યો છું. મારે ંકઇ જોઇતુ નથી, આપવું જ છે.

દીદી કળષ્‍ણા કુમારીજીની શહેરના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય અખબાર ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સૌજન્‍યસભર અને આત્‍મીય મુલાકાત ‘અકિલા' પ્રેસ ખાતે યોજાઈ, જ્‍યાં દીદીનું આત્‍મીય ભાવથી ઉષ્‍માસભર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શ્રી કિરીટભાઈએ દીદીના ‘અકિલા પ્રેસ' ખાતે મુલાકાત દરમ્‍યાન પૂજ્‍ય દાદા જે. પી. વાસવાણીજી રાજકોટની પવિત્ર ધરા પર પધાર્યા હતા તેની યાદ તાજી કરી હતી. આ પ્રસંગે, તેમણે દીદીની દિવ્‍ય હાજરી પ્રત્‍યે શ્રદ્ધા અને સન્‍માનનો ભાવ વ્‍યક્‍ત કરતા સુગંધિત પુષ્‍પગચ્‍છ અર્પણ કરી, દીદી ક્રિષ્‍ના કુમારીજીનું ભાવપૂર્વક સન્‍માનિત કર્યું.

મુલાકાત દરમિયાન અકિલાના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાએ દીદી સાથે ભાવિ શિક્ષણની ગુણવત્તા અને તેના ઉન્નતિ માટે અપનાવી શકાય તેવા માર્ગો પર સવિસ્‍તાર ચર્ચા કરી હતી. દીદીએ અત્‍યંત નમ્રતા અને ગહનતા પૂર્વક પોતાના વિચારો વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે આજના સમયમાં શિક્ષણ ધીમે ધીમે એક વ્‍યાપારી વ્‍યવસાયનું સ્‍વરૂપ ધારણ કરી રહ્યું છે, જે ચિંતાજનક છે. સાચું શિક્ષણ એ માત્ર જ્ઞાનનું સંચાર નથી, પરંતુ ચરિત્ર નિર્માણ સાથેનું ઉચ્‍ચ સ્‍તરીય શિક્ષણ છે - જે નૈતિક મૂલ્‍યો, માનવતા અને કરુણાના સંસ્‍કારોથી બાળકોના હૃદયને સિંચિત કરે છે. આ પ્રસંગે દીદીએ પોતાના ગુરુદેવ પૂજ્‍ય દાદા જે. પી. વાસવાણી અને તેમના ગુરુ પૂજ્‍ય સાધુ ટી. એલ. વાસવાણીજીના શિક્ષણ સંબંધિત વિચારોનું સ્‍મરણ કરાવ્‍યું. પૂજ્‍ય સાધુ વાસવાણીજી કહેતા- ‘‘શિક્ષણ એ માત્ર મગજની કસોટી નથી, તે હૃદયના ઘડતરનું સાધન છે.''

પૂજ્‍ય દાદા વાસવાણીજીના શબ્‍દોમાં- ‘‘એજ્‍યુકેશન વિથઆઉટ કરેક્‍ટર ઇઝ લાઇક એ બોડી વિથઆઉટ સોલ; સાચું શિક્ષણ એ છે, જે જ્ઞાન સાથે જીવનમાં પ્રેમ, દયા અને નૈતિકતા ભરે.'' દીદીએ ઉમેર્યું કે જ્‍યારે શિક્ષણમાં આ મૂલ્‍યોનો પ્રકાશ જોડાઈ જાય, ત્‍યારે જ તે રાષ્‍ટ્ર અને માનવજાત માટે એક દિવ્‍ય આશીર્વાદ બની શકે છે. ‘‘ સિંધિ કોમ્‍યુનિટી ને તમે શું સંદેશ આપવા ઇચ્‍છો છો?'' એવો પ્રશ્ન પૂછવામાં આવતા દીદીએ સિંધ અને સિંધિ સંસ્‍કળતિની અદભૂત, અખંડ અને ભવ્‍ય વિરાસતનું હૃદયસ્‍પર્શી સ્‍મરણ કરાવ્‍યું.

તેમણે કહ્યું કે આ વિરાસત માત્ર ઇતિહાસનું ગૌરવ નથી, પરંતુ ભાવિ પેઢીઓને મળેલું એક અમૂલ્‍ય ધન છે, જેની સંભાળ રાખવી આપણા સહુનું કર્તવ્‍ય છે. દીદીએ સિંધિ સમાજને અપીલ કરી કે પોતાની મીઠી માતળભાષા સિંધીને ગૌરવ સાથે બોલો, ઘરમાં અને સમાજમાં તેને જીવંત રાખો અને નવી પેઢીમાં તેમને જીવંત રાખો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાષા અને સંસ્‍કળતિ એ કોમનું マદય છે- જો マદય ધબકતું રહે, તો કોમ સદાકાળ જીવંત રહે છે. સિંધિ કાવ્‍યો, ભજનો, પરંપરાગત કળાઓ, તહેવારો અને સંસ્‍કારોને નવા યુગમાં પણ તેજસ્‍વી રાખવા માટે દીદીએ સૌને પ્રેરણા આપી અને કહ્યુંラ‘‘તમારી ભાષા જ તમારો શણગાર છે અને તમારી સંસ્‍કળતિ જ તમારો સત્‍ય સ્‍વરૂપ છે.''

પૂજ્‍ય દીદી એ કહ્યું કે સાધુ વાસવાણી સંસ્‍થા આજે વિશ્વના અનેક દેશોમાં કાર્યરત છે - જ્‍યાં પ્રેમ, કરુણા અને નિસ્‍વાર્થ સેવા દ્વારા માનવતાની સુગંધ પવનની જેમ ફેલાઈ રહી છે. આ સંસ્‍થા માત્ર એક સંગઠન નથી, પરંતુ એક દિવ્‍ય વિચારધારા છે, જે દરેક マદયમાં દયા, શાંતિ અને ભાઈચારો જગાડે છે. સંસ્‍થાનું પવિત્ર ધ્‍યેય માત્ર સેવાકાર્ય પૂરતું નથી; તે આત્‍માને જાગળત કરવા, માનવને તેના અંતરની દિવ્‍યતા સાથે જોડવા અને નૈતિક મૂલ્‍યોના સંસ્‍કારોથી જીવનને સુગંધિત બનાવવા માટે અવિરત પ્રયત્‍નશીલ છે. ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદોને સહારો આપવો, શિક્ષણમાં માત્ર જ્ઞાન નહીં પરંતુ ચરિત્ર નિર્માણ કરવું, આરોગ્‍ય ક્ષેત્રે સેવા આપવી, અબોલ પશુ-પંખીઓને બચાવવા માટે અભિયાન ચલાવવું, લોકોને શાકાહાર તરફ પ્રેરિત કરવા અને આધ્‍યાત્‍મિક ઉત્‍થાન માટે સત્‍સંગ, પ્રાર્થના તથા સંસ્‍કળતિના કાર્યક્રમો યોજવા. આ બધી પ્રવળતિઓ થી સંસ્‍થાનું હૃદય ધબકે છે.

પૂજ્‍ય સાધુ ટી. એલ. વાસવાણી અને પૂજ્‍ય દાદા જે. પી. વાસવાણીની કરુણાભરી શિક્ષાઓથી પ્રેરિત આ સંસ્‍થા વિશ્વના દરેક ખૂણે માનવતાનો દીવો પ્રગટાવી રહી છે, જેથી અંધકારમય હૃદયોમાં પ્રકાશ ફેલાય અને દુનિયા એક પ્રેમમય કુટુંબ બને.

પુ.દીદીએ જણાવ્‍યું હતું કે, ‘‘આજની યુવા પેઢી આપણું ભવિષ્‍ય છે. દેશ અને સમાજનું અમૂલ્‍ય ધન છે,'' ‘‘આજની યુવાપેઢી ને હું માત્ર એક જ સંદેશ આપવા ઈચ્‍છું છું કે તમારી ઉર્જા, તમારી પ્રતિભા અને તમારા સમયનો સદુપયોગ કરો. માત્ર સફળતા નહીં, પણ સાર્થકતા શોધો - એવું જીવન જીવો કે જેમાં ચરિત્ર નિર્માણ, નૈતિક મૂલ્‍યો અને માનવતાની સુગંધ હોય. તમારા હૃદયમાં સપનાં રાખો, પરંતુ એ સપનાં એવા હોય જે માત્ર તમને નહીં, પરંતુ અન્‍યોને પણ પ્રકાશ આપે. સાચા અર્થમાં મહાનતા એ છે કે તમે કોના જીવનમાં સ્‍મિત લાવ્‍યું, કોના અંધકારમાં પ્રકાશ આપ્‍યો. આત્‍મવિશ્વાસ સાથે આગળ વધો, પરિશ્રમને મિત્ર બનાવો અને પ્રાર્થનાને તમારી શક્‍તિ બનાવો.

ત્રણ વર્ષની વયથી સમર્પણ તરફ ગતિ

રાજકોટ, તા.૨૦: સાધુવાસવાણી મિશનના પીઠાસન દીદી પૂ. કૃષ્‍ણાકુમારીજી મુળ પૂનાના છે. તેઓ ત્રણ વર્ષની વયથી જ ગુરૂ અને પરમાત્‍મા પ્રત્‍યે સમર્પિત ભાવ ધરાવતા હતા. બાળવયથી જ જ્ઞાન તરફ આકર્ષણ હતું. દીદી કહે છે કે, પૂર્ણ સમર્પણ ખૂબ ટોચની સ્‍થિતિ છે. મારી આ યાત્રા હજુ ચાલી રહી છે. જન્‍મો-જન્‍મોના કર્મો માણસને સદ્‌માર્ગની ગતિમાં સાથે રહે છે. પૂર્ણ સમર્પણ ઇગો શૂન્‍યતાની સ્‍થિતિ છે. મારી આધ્‍યાત્‍મિક યાત્રા હજુ ચાલી રહી છે. (૩.૧૮)

વર્તમાનમાં સ્‍વાર્થના યુધ્‍ધનો માહોલ છે

ક્રિષ્‍ન એ ધર્મયુધ્‍ધ કર્યુ હતું

રાજકોટ, તા. ૨૦: પૂ. કૃષ્‍ણાદીદીએ જણાવ્‍યું હતું કે ભગવાન શ્રી કૃષ્‍ણએ ધર્મની સ્‍થાપના માટે યુધ્‍ધ કર્યુ હતું. યુધ્‍ધ ટાળવા ખૂબ પ્રયત્‍ન કરેલો પણ અનિવાર્ય બનતા યુધ્‍ધ કરવું પડયું હતું. વર્તમાન સમયમાં રાષ્‍ટ્રો પોતાના સ્‍વાર્થ માટે લડાઇ કરે છે. વાસ્‍તવમાં સમગ્ર બ્રહ્માંડ પરમાત્‍માનું છે. આ ભાવ સ્‍થાપિત થાય તો યુધ્‍ધ જેવી સ્‍થિતિ ટાળી શકાય 

ગુરૂ જ મારો શ્વાસ, સેવા શ્રેષ્‍ઠ ભકિત

પૂ. સાધુ વાસવાણીજીએ ૧૯ર૦મી સાલમાં કન્‍યા કેળવણી શરૂ કરી હતીઃ ઘુંઘટ પ્રથા દૂર કરાવી હતી

રાજકોટ, તા. ર૦: ‘અકિલા'ની મુલાકાતે આવેલા પૂ. કૃષ્‍ણાદીદીએ જણાવ્‍યું હતું કે, ગુરૂદેવ મારો શ્વાસ અને પ્રકાશ છે. સેવા જ શ્રેષ્‍ઠ ભકિત છે.

તમારું જીવન એ ભગવાનને અર્પણ કરેલું પવિત્ર યજ્ઞ બને, ત્‍યારે જ તે સાચે જ દિવ્‍ય બને છે. દીદી કળષ્‍ણા કુમારીજીને જ્‍યારે તેમના ગુરુદેવ વિષે પૂછવામાં આવ્‍યું, ત્‍યારે તેમણે ભાવુક સ્‍વરે કહ્યું- મારા ગુરુદેવ માત્ર મારા માર્ગદર્શક ન હતા, તેઓ મારા શ્વાસ, મારી પ્રેરણા અને મારા જીવનનો પ્રકાશ આજે પણ છે.

તેમણે મને શીખવ્‍યું કે સેવા એ જ સાચી ભક્‍તિ છે, કરુણા એ જ સાચો ધર્મ છે અને નમ્રતા એ જ સાચો શણગાર છે. ગુરુદેવ મારા માટે એક જીવંત શાષા છે - જેમની એક એક શબ્‍દ, એક એક કાર્ય, આત્‍માને ઊંચે ઉઠાવવાનું સાધન છે. તેમની નજરમાં મને ભગવાનનો અંશ દેખાય છે, તેમનુ સ્‍મિત મારી પ્રાર્થનાનું ઉત્તર છે અને તેમનો આશીર્વાદ મારી તમામ યાત્રાઓનું સુરક્ષા કવચ છે. મારા જીવનના તમામ કાર્યો પૂજ્‍ય ગુરુદેવ ને અર્પણ છે. ગુરુદેવ મારા માટે ભગવાનના હૃદયનો ધબકાર છેラઅને હું એ ધબકારને અંતિમ શ્વાસ સુધી જીવંત રાખવા પ્રતિબદ્ધ છું.

સાધુ વસવાણી સંસ્‍થા હાલમાં કેટલા દેશોમાં કાર્યરત છે અને સમાજમાં તેની ભૂમિકા શું છે? બહુ સહજતા અને સરળતાથી ઉતર આપતા દીદી એ જણાવ્‍યું કે, આ સંસ્‍થા માત્ર એક સંગઠન નથી, પરંતુ એ તો એક દિવ્‍ય વિચારધારા છે, જે દરેક હૃદયમાં દયા, શાંતિ અને ભાઈચારો જગાડે છે. સંસ્‍થાનું પવિત્ર ધ્‍યેય માત્ર સેવાકાર્ય પૂરતું નથી, તે આત્‍માને જાગળત કરવા, માનવને તેના અંતરની દિવ્‍યતા સાથે જોડવા અને નૈતિક મૂલ્‍યોના સંસ્‍કારોથી જીવનને સુગંધિત બનાવવા માટે અવિરત પ્રયત્‍નશીલ છે.

ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદોને સહારો આપવો, શિક્ષણમાં માત્ર જ્ઞાન નહીં પરંતુ ચરિત્ર નિર્માણ કરવું, આરોગ્‍ય ક્ષેત્રે સેવા આપવી, અબોલ પશુ-પંખીઓને બચાવવા માટે અભિયાન ચલાવવું, લોકોને શાકાહાર તરફ પ્રેરિત કરવા અને આધ્‍યાત્‍મિક ઉત્‍થાન માટે સત્‍સંગ, પ્રાર્થના તથા સંસ્‍કળતિના કાર્યક્રમો યોજવા - આ બધા જ સંસ્‍થાના કાર્ય ના મહત્‍વના અંગ છે.

પૂજ્‍ય સાધુ ટી. એલ. વાસવાણી અને પૂજ્‍ય દાદા જે. પી. વાસવાણીની કરુણાભરી શિક્ષાઓથી પ્રેરિત આ સંસ્‍થા વિશ્વના દરેક ખૂણે માનવતાનો દીવો પ્રગટાવી રહી છે, જેથી અંધકારમય હૃદયોમાં પ્રકાશ ફેલાય અને દુનિયા એક પ્રેમમય કુટુંબ બને.

દીદીના દરેક વચન જાણે પ્રેરણાના મણકા બનીને ઉપસ્‍થિત તમામ શ્રોતાઓના હૃદયમાં જડાઈ ગયા - જેમાં સેવા, કરુણા, શિક્ષણ, સંસ્‍કળતિ પ્રેમ અને માનવતાનો અમૂલ્‍ય સંદેશ ગુંજતો રહ્યો.

અંતે દીદીના આશીર્વાદ અને તેમના દિવ્‍ય સ્‍મિતે સૌના હૃદયમાં એક નવો ઉત્‍સાહ, એક નવી પ્રેરણા અને જીવનને સાર્થક બનાવવાનો સંકલ્‍પ જગાવી દીધો.

(7:10 PM IST)