<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

સંસદમાં રાહુલ ગાંધીએ અચાનક ભાજપના નેતા સાથે ‘હાથ મિલાવ્‍યો'

ભાજપ સંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને કોન્‍સ્‍ટીટયુશન કલબ ઓફ ઈન્‍ડીયાના સેક્રેટરી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૦: સંસદમાં રોમાંચક નજારો જોવા મળ્‍યો હતો. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને કોન્‍સ્‍ટીટયુશન ક્‍લબ ઑફ ઈન્‍ડિયાના સેક્રેટરી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્‍યા હતાં.

રાહુલના આ અનકોમન હેન્‍ડશેક એ સૌ કોઈનું ધ્‍યાન ખેંચ્‍યું છે. આ મુલાકાત તે સમયે થઈ, જ્‍યારે સદન ગળહમાં બિહાર લ્‍ત્‍ય્‍ તેમજ સંસદમાં મુખ્‍યમંત્રી-મંત્રીઓની ધરપકડ મુદ્દે રજૂ થનારા બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ રાજીવ રૂડીને જોતાં જ તેમની પાસે જઈ હાથ મિલાવી અભિનંદન પાઠવ્‍યા હતા. બાદમાં પોતે જ મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે એક અનકોમન હેન્‍ડશેક! અભિનંદન. જવાબમાં રૂડીએ સ્‍મિત સાથે આભાર માન્‍યો હતો.

હાલમાં જ રાજીવ રૂડીએ કોન્‍સ્‍ટિટયુશન ક્‍લબના સેક્રેટરી (એડમિનિસ્‍ટ્રેશન)ના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. આ મુકાબલો ભાજપ રુત ભાજપ હતો. જેમાં રૂડીએ પોતાના જ પક્ષના સંજીવ બાલિયાનને હરાવ્‍યા હતાં. આ ક્‍લબની ઈતિહાસની સૌથી હાઈ-વોલ્‍ટેજ ચૂંટણી પૈકી એક હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, રૂડીને વિપક્ષના સાંસદોનું મોટાપાયે સમર્થન મળ્‍યુ હતું. જેથી તેઓએ જીત હાંસલ કરી છે. આ મામલે બંને ભાજપ નેતાઓએ સ્‍પષ્ટપણે કહ્યું હતું કે, આ ચૂંટણીને રાજકારણના ચશ્‍મા પહેરાવવા જોઈએ નહીં.

આ ચૂંટણીમાં મોટાપાયે મતદાન થયુ હતું. કુલ ૧૨૯૫ સભ્‍યોમાંથી ૭૦૭એ મતદાન કર્યું હતું. કેન્‍દ્રીય ગળહ મંત્રી, ભાજપ અધ્‍યક્ષ જેપી નડ્ડા, યુપીએના પૂર્વ અધ્‍યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્‍ગજ મંત્રીઓ અને વિપક્ષ નેતાઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. 

(3:57 PM IST)