હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હનીમૂન પર પતિ કંઈ કરી શક્યો નહીં: પત્ની સીધી હાઈકોર્ટમાં પહોંચી ગઈ, ૯૦ લાખની માંગ કરી
પત્નીનો આરોપ હતો કે તેના પતિએ પોતાની મેડિકલ સ્થિતિ છુપાવી અને લગ્નના પહેલા દિવસથી તે શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હતો

હૈદરાબાદ તા.૨૧: હાલમાં છૂટાછેડાના નામ પર ભારે એલિમોનીની ડિમાન્ડ વધતી જાય છે. તેલંગાણા હાઈકોર્ટે હાલમાં જ એક મહિલાના છૂટાછેડા અને ૯૦ લાખ રૂપિયાના ભરણપોષણની માગ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પતિની નપુંસકતાના આરોપો સાબિત કરનારા કોઈ ઠોસ પુરાવા રજૂ નથી કર્યા. હકીકતમાં જોઈએ તો, પત્નીએ આરોપ લગાવ્યો કે પતિ હનીમૂન દરમિયાન કંઈ કરી શક્યો નહોતો.
આ લગ્ન ડિસેમ્બર ૨૦૧૩માં હૈદરાબાદમાં થયા હતા. પત્નીનો આરોપ હતો કે તેના પતિએ પોતાની મેડિકલ સ્થિતિ છુપાવી અને લગ્નના પહેલા દિવસથી તે શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હતો. તેણે કોર્ટમાં જણાવ્યું કે, હનીમૂન દરમિયાન (કેરળ અને કાશ્મીરમાં) પણ આ સમસ્યા જોવા મળી. ૨૦૧૫માં જ્યારે તે અમેરિકા ગઈ, ત્યારે ત્યાંના ડોક્ટરે કથિત રીતે તેના પતિમાં સારવાર નહીં થઈ શકનારી સમસ્યાની પુષ્ટિ કરી. પત્નીએ કહ્યું કે, તેનાથી તે માનસિક રીતે ભાંગી પડી અને પરિવાર શરૂ કરવાનું તેનું સપનું અધૂરું રહી ગયું.
પતિએ કોર્ટમાં કહ્યું કે, આ એક લવ મેરેજ હતા અને ભારત તથા અમેરિકા બંને જગ્યાએ તેમનું વૈવાહિક જીવન સામાન્ય રહ્યું છે. તેમણે સ્વીકાર કર્યો કે શરૂઆતમાં તકલીફો હતી, પણ દવાઓથી સ્થિતિ સુધરી ગઈ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે, તેમણે પત્નીને આર્થિક મદદ કરી, જેમાં લગભગ ૨૮ લાખ રૂપિયા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા, પતિનું કહેવું હતું કે પત્નીનો કેસ અસલી પરેશાનીથી વધારે પૈસાની લાલસા પર આધારિત છે.
હાઈકોર્ટે તમામ મેડિકલ રિપોર્ટની સમીક્ષા કરી. ૨૦૨૧માં ગાંધી હોસ્પિટલ, સિકંદરાબાદમાં કરાવેલા પોટેન્સી ટેસ્ટમાં પતિના નપુંસક હોવાની પુષ્ટિ નથી થઈ. લગ્ન પહેલાના રિપોર્ટમાં તેના સ્પર્મ કાઉન્ટ સામાન્ય બતાવ્યા હતા. જજે એવું પણ કહ્યું કે, પત્નીએ ૨૦૧૮માં લગ્નના પૂરા પાંચ વર્ષ બાદ છૂટાછેડાની અરજી દાખલ કરી. જો લગ્ન પછી ક્યારેય શારીરિક સંબંધ નથી બનાવ્યા તો આટલો સમય તે ચૂપ કેમ રહી? કોર્ટે મોડું કરવાને શંકાસ્પદ માન્યું.
આ ઉપરાંત પત્ની દ્વારા અમેરિકામાં ચાલી રહેલા અમુક નાણાકીય મામલાના કાગળ પણ કોર્ટમાં રજૂ કર્યા, પણ જજે કહ્યું કે, તેને વૈવાહિક વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને બી.આર. મધુસૂદન રાવની બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા કહ્યું કે પતિના વૈવાહિક દાયિત્વ નિભાવવામાં અસમર્થ હોવાનો કોઈ પુરાવા નથી.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
