હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી તા.૨૧: ગ્રાહકોને હવે મોબાઇલ ફોન પર ડેટા વાપરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. રિલાયન્સ જિયોએ તેનો જિયો એન્ટ્રી-લેવલ ૨૪૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન (જે પહેલા દરરોજ ૧ GB ડેટા આપતો હતો) બંધ કરી દીધો છે. જિયો ના આ પગલા પછી, એરટેલએ પણ બુધવારથી લગભગ સમાન કિંમતનો પોતાનો પ્લાન દૂર કર્યો છે. ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોના મતે, વોડાફોન (Vi) પણ ટૂંક સમયમાં તેના સ્પર્ધકો જેવું જ પગલું ભરી શકે છે.
આનો અર્થ એ છે કે ડેટા વાપરનારા વપરાશકર્તાઓએ હવે ઓછામાં ઓછા ૧.૫ GB ડેટાવાળા પ્લાનથી શરૂઆત કરવી પડશે, જેની કિંમત વર્તમાન પ્લાન કરતા વધુ હશે. નિષ્ણાતો કહે છે કે આ પગલાથી ટેલિકોમ ઓપરેટરોના ખ્ય્ભ્શ્ (પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક) માં વધારો થશે. કંપનીઓ આ વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહી છે કારણ કે આવતા વર્ષ સુધી કોઈ મોટો ટેરિફ વધારો (પ્લાનની કિંમતોમાં વધારો) થવાની અપેક્ષા નથી.
જિયો ના આ પગલા પછી, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપનીનો નવો બેઝ ડેટા પ્લાન (દિવસનો ૧.૫ GB ડેટા) હવે ૨૯૯ રૂપિયા થઈ ગયો છે. આ પહેલા કરતા ૧૭% વધુ મોંઘો છે. તે જ સમયે, ભારતી એરટેલનો ૧.૫ GB ડેટા સાથેનો સમાન પ્લાન ૩૧૯ રૂપિયામાં આવશે. હાલમાં, Vi તેનો ૨૯૯ રૂપિયાનો પ્લાન ઓફર કરવાનું ચાલુ રાખશે, જે દરરોજ ૧ GB ડેટા ઓફર કરે છે. જોકે, Vi એ ઇમેઇલ ક્વેરીનો જવાબ આપ્યો ન હતો.
બ્રોકરેજ હાઉસ JM ફાઇનાન્શિયલે એક અહેવાલમાં કહ્યું હતું (આ અહેવાલ જિયો વિરુદ્ધ એરટેલના પગલા પહેલા આવ્યો હતો) કે અમારું માનવું છે કે એરટેલ અને વોડાફોન આઈડિયા પણ Jio ના પગલે ચાલશે અને તેમનો 1GB/દિવસનો પ્લાન (જે હાલમાં ૨૮ દિવસ માટે ૨૯૯ રૂપિયાનો છે) બંધ કરશે. આનું કારણ એ છે કે એરટેલ અને વોડા મૂડી પર વળતર સુધારવા માટે સમગ્ર ઉદ્યોગમાં ટેરિફ ફિક્સેશન માટે દબાણ કરી રહ્યા છે.
ન્યૂનતમ ડેટા વપરાશ હવેથી શરૂ થાય છે ૧.૫ GB ડેટા પ્રતિ દિવસ
Jioનો જૂનો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાનઃ ૨૪૯ રૂપિયા (૧ GB ડેટા પ્રતિ દિવસ)
Jiંનો નવો બેઝ ડેટા પ્લાનઃ ૨૯૯ રૂપિયા (૧.૫ GB ડેટા પ્રતિ દિવસ)
Jioનો નવો પ્લાનઃ ભાવ વધારો ૧૭% વધુ મોંઘો
ભારતી એરટેલનો ૧.૫ GB ડેટા પ્રતિ દિવસ પ્લાનઃ ૩૧૯ રૂપિયા
વોડાફોન આઈડિયા (Vi)નો હાલનો પ્લાનઃ ૨૯૯ રૂપિયા (૧ GB ડેટા પ્રતિ દિવસ)
સામાન્ય ૧ GB/દિવસ પ્લાન કિંમત (૨૮ દિવસ માટે) ૨૯૯ રૂપિયા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM