હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી, તા.૨૧: ઇન્ડિયન એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહી ચૂકયા છે. તેમણે આજે પોતાનું ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની સાથે હાજર રહ્યા હતા. આગલા દિવસે NDA ઉમેદવાર સી.પી. રાધાકળષ્ણને પોતાનું ઉમેદવારી નોંધાવી હતી.
ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી રાજ્યસભા સચિવાલય પહોંચ્યા. અહીં તેમની સાથે વિપક્ષી નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ હાજર હતું, જેની હાજરીમાં તેમણે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શરદ પવાર, સપા સાંસદ રામ ગોપાલ યાદવ, ડીએમકે સાંસદ તિરુચી શિવ, શિવસેના (યુબીટી)ના સંજય રાઉત, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ધર્મેન્દ્ર યાદવ જેવા નેતાઓ હાજર રહ્યા હતા.
હવે બંને પક્ષોના ઉમેદવારોએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. એનડીએ ઉમેદવાર સીપી રાધાકળષ્ણને ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કિરેન રિજિજુ, ગળહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા, જ્યાં પીએમ મોદી પ્રથમ પ્રસ્તાવક બન્યા.
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ તેની ચૂંટણીની જાહેરાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ ૯ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM