હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતને ૨૧ મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો
અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતાઃ‘USAID દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફન્ડિંગ કરવામાં આવ્યું નથી

નવી દિલ્હી, તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી-૨૦૨૫માં કહ્યું હતું કે, 'યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ (USAID)એ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના ઈરાદાથી ભારતને ૨૧ મિલિયન ડૉલર (લગભગ ૧૭૨ કરોડ રૃપિયા)નું ફંડ ફાળવ્યું હતું. ટ્રમ્પના આ દાવા બાદ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે હવે અમેરિકન દૂતાવાસે ટ્રમ્પના દાવાની પોલ ખોલી નાખી છે.
દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ‘USAID દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફન્ડિંગ કરવામાં આવ્યું નથી, એટલું જ નહીં આવી કોઈપણ ગતિવિધિ લાગુ કરવામાં આવી નથી.' દૂતાવાસનું આ નિવેદન ટ્રમ્પના દાવાથી બિલકુલ વિપરીત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી-૨૦૨૫માં દાવો કર્યો હતો કે, 'ભારત સરકાર USAIDના ફંડનો ઉપયોગ ચૂંટણી સંબંધીત પ્રવૃત્તિઓમાં કરી રહી છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં ૨૧ મિલિયન ડૉલરનો ખર્ચ કરવાની કેમ જરૃર છે? મને લાગે છે કે, તેઓ અન્યને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.' ટ્રમ્પના આ દાવાએ ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારોને નવો રંગ આપી દીધો હતો.
ટ્રમ્પના દાવા મામલે ભારતીય સંસદમાં બે જુલાઈએ રજૂ કરાયેલા પુરાવામાં પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પુરાવા મુજબ, અમેરિકન દુતાવાસે ડેટા શેર કર્યો છે, જેમાં ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ભારતને અપાયેલા યુએસએઆઈડી ભંડોળનો ઉલ્લેખ કરાયો છે. ડેટામાં અમલીકરણ ભાગીદારો, ઉદ્દેશ્યો અને દરેક પ્રવૃત્તિની મુખ્ય સિદ્ધિઓની વિગતો સામેલ છે. અમેરિકન દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયને સૂચના આપી છે કે, 'ભારતમાં ૨૦૧૪થી ૨૦૨૪ સુધી મતદાર ભાગીદારી વધારવા માટે યુએસએઆઈડી ઈન્ડિયાએ કોઈ ફંડ મેળવ્યું નથી અને મળ્યું પણ નથી.' દૂતાવાસે એમ પણ કહ્યું કે, 'ભારતમાં યુએસએઆઈડીની તમામ સંચાલન કામગીરી ૧૫ ઓગસ્ટ-૨૦૨૪થી બંધ કરી દેવાઈ છે.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
