<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ચીન અમેરિકાના ટેરિફ વિરુદ્ધ ભારતની પડખે: રાજદૂત શુ ફેઇહોંગનું મજબૂત વલણ

મૌન રહેવાથી ગુંડાઓ (બુલિઝ)ને વધુ હિંમત મળે છે

 નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦% સુધીના ટેરિફ લાદ્યા છે, જેના વિરોધમાં ચીને ભારતને પૂરો ટેકો આપ્યો છે.
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે કહ્યું કે, "અમેરિકાએ ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યા છે અને વધુની ધમકી આપી છે. ચીન આનો સખત વિરોધ કરે છે. મૌન રહેવું એ ગુંડાઓને વધુ હિંમત આપે છે. ચીન ભારત સાથે મજબૂતીથી ઊભું રહેશે."
આ નિવેદન ચીનના વિદેશ મંત્રાલયે પણ સમર્થન આપ્યું છે, જેમાં અમેરિકાને "ગુંડા" બુલિઝ ગણાવીને ટેરિફને વૈશ્વિક વેપાર માટે જોખમી ગણાવ્યા છે. આ વલણ ભારત-ચીન સંબંધોમાં અણધાર્યો ફેરફાર દર્શાવે છે, કારણ કે સરહદી તણાવ હોવા છતાં ચીને અમેરિકાની નીતિ વિરુદ્ધ ભારતને ટેકો આપ્યો છે. એક્સ પ્લેટફોર્મ પર પણ આને "અભૂતપૂર્વ" ગણાવવામાં આવ્યું છે, જ્યાં ચીની દૂતાવાસે ભારતની સાર્વભૌમત્વને અલંઘનીય કહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેરિફ ભારતની રશિયન તેલ ખરીદીને લક્ષ્ય બનાવે છે, પરંતુ ચીનનો ટેકો ભારત-ચીન-રશિયા ગઠબંધનને મજબૂત કરી શકે છે. શુ ફેઇહોંગે ભારત-ચીનને એશિયાના "ડબલ એન્જિન" ગણાવીને વેપાર વધારવાની અપીલ કરી છે.

 

(12:08 AM IST)