હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ટ્રમ્પને આડેહાથ લીધા
ટ્રમ્પની નીતિઓ પર અમેરિકામાં જ વિરોધ વધી રહ્યો છે: ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના આકરા પ્રહારો: કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ અને આર્થિક નીતિઓ સામે તેમના જ દેશમાં વિરોધ વધી રહ્યો છે. ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ટ્રમ્પને આડેહાથ લીધા છે. બોલ્ટને કહ્યું, "હું ભારતીયોને કહેવા માંગુ છું કે ટ્રમ્પ જે કરે છે તે અમેરિકાના વિચારોથી વિપરીત છે. તેમની નીતિઓ ભારત જેવા મિત્ર દેશોને ચીન અને રશિયા તરફ ધકેલી રહી છે, જે અમેરિકાના હિતમાં નથી."
બોલ્ટને ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને "મોટી ભૂલ" અને "અનફોર્સ્ડ એરર" ગણાવી છે, જે ભારતને રશિયા અને ચીન સાથે નજીક લાવી શકે છે. તેમણે ટ્રમ્પની નીતિઓને "આર્થિક અજ્ઞાનતા" કહીને ટીકા કરી છે અને કહ્યું કે ટ્રમ્પને ટેરિફ કેવી રીતે કામ કરે છે તેની સમજ નથી.
એક્સ પર પણ બોલ્ટનના નિવેદનને સમર્થન મળ્યું છે, જ્યાં તેમણે ટ્રમ્પને "રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય" ગણાવ્યા છે. આ નીતિઓ અમેરિકાની વૈશ્વિક વ્યૂહરચનાને નુકસાન પહોંચાડી શકે છે, જેમાં ભારતને રશિયા-ચીનથી દૂર રાખવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
