<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જમ્મુમાં સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું: BSF અને પોલીસનું સર્ચ ઓપરેશન

આંતરરાષ્ટ્રીય સીમા નજીક આવેલા મોડ ગામમાં પાકિસ્તાન તરફથી આવેલા એક ડ્રોનની ગતિવિધિ દેખાઈ

જમ્મુ: જમ્મુના આંતરરાષ્ટ્રીય સીમા નજીક આવેલા મોડ ગામમાં પાકિસ્તાન તરફથી આવેલા એક ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. સરહદી વિસ્તારમાં ડ્રોન દેખાતા જ BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન કયા હેતુથી આવ્યું હતું અને તેની સાથે કોઈ શંકાસ્પદ વસ્તુ હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સઘન તપાસ ચાલી રહી છે.

(12:56 AM IST)