<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્‍થાઓ પર ટેક્‍સ લાગશે નહિ

સીબીડીટીએ પરિપત્ર કર્યોઃ માસિક રૂ.૩૩૦૦૦ની આવક ધરાવનારાઓને લાભ મળશે પહેલા વાર્ષિક રૂ.૫૦,૦૦૦ની આવક ધરાવનારાઓને ભથ્‍થાની અપાતી સુવિધા ટેક્‍સફ્રી ગણવામાં આવતી હતી

નવી દિલ્‍હી,તા.૨૨: વાર્ષિક રૂ. ૪ લાખ સુધીની પગારની આવક ધરાવનારાઓને આપવામાં આવતા  બીજા ભથ્‍થાઓ પર કોઈ જ ટેક્‍સ હવેથી લાગશે નહિ. આ ભથ્‍થાઓની રકમ અગાઉ આવકમાં ઉમેરવામાં આવતા હતા. આ ભથ્‍થાઓમાં કંપની તરફથી ભાડાં મુક્‍ત રહેઠાણ આપવામાં આવતા હતા. ભાડાંમાં કન્‍સેશન આપવામાં આવતું હતું. મોટરકાર કે પછી ઘરમાં નોકરની સેવા પૂરી પાડતા હોય છે. ગેસના બિલ અને ઇલેક્‍ટ્રિસિટીના બિલ પણ કંપની જ ભરતી હોય છે. વોટર સપ્‍લાય, એજ્‍યુકેશનના ખર્ચ અને મેડિકલના ખર્ચ ભથ્‍થા તરીકે આપતા હોય છે.

ટ્રાવેલિંગ બિલમાં કન્‍સેશન કરી આપતા હોય છે. ગિફટવાઉચર આપતા હોય છે. ખાવાનું સસ્‍તા દરે પૂરું પાડતા હોય છે. આ ભથ્‍થાઓના ખર્ચા પર અપર લિમિટ મૂકવામાં આવી હોવાનું જણાતું નથી.૫૦,૦૦૦થી વધુની વાર્ષિક આવક ધરાવનારાઓન પરક્‍વિઝિટની મળતી આ સુવિધાઓને કંપનીની કોસ્‍ટ ગણીને પગારની આવકમાં ઉમેરવામાં આવતી હતી. પરંતુ રૂ.૫૦,૦૦૦થી ઓછી આવક ધરાવનારાઓને માટે તેને આવક ગણવામાં આવતી નહોતી.

અઢારમી ઓગસ્‍ટે સીબીડીટીએ પરિપત્ર કરીને રૂ. ૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા વધારીને વાર્ષિક રૂ. ૪,૦૦,૦૦૦ (ચાર લખ) કરી દેવામાં આવી છે. હવે વાર્ષિક રૂ.૪ લાખ સુધીની આવક ધરાવનારા પગારદાર નોકરિયાતોને ભથ્‍થાઓની મળતી સુવિધા પર કોઈ  ટેક્‍સ લગાડવામાં આવશે. બીજા શબ્‍દોમાં કહીએ તો પહેલા વાર્ષિક રૂ. ૫૦,૦૦૦થી વધારેની આવક ધરાવનારાઓને કંપની તરફથી આપવામાં આવતા પરક્‍વિઝિટ આવકમાં ઉમેરવામાં આવતા હતા. હવે વાર્ષિક રૂ.૪ લાખથી વધારેની પગારની આવક ધરાવનારાઓની આવકમાં પરક્‍વિઝિટ-ભથ્‍થાને આવક તરીકે ઉમેરવામાં આવશ.

આ જ રીતે બીજો એક નિયમ ૩ડીમાં ૧૭ (૨) રોમન સિક્‍સમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.(૪૦.૧૬)

(10:16 AM IST)