<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સંસદનો હોબાળો પ્રજાનાં ૨૦૪ કરોડ ભરખી ગયો

પ્રજાનાં ‘સેવકો' એ પૂરા થયેલા ચોમાસુ સત્રમાં ગૃહ માથે લીધું'તું: લોકભામાં ૧૩૦ કલાકને બદલે માત્ર ૩૭ કલાક કામકાજ રાજ્‍યસભામાં ૧૨૦ કલાકને બદલે ૪૭ કલાક જ કામકાજ થયું: લોકસભાએ ૧૨૪.૫૦ કરોડ તો રાજ્‍યસભાએ ૮૦ કરોડ વેડફી નાખ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૨: મોન્‍સૂન સત્રમાં લોકસભામાં જે સાંસદોએ ૧૨૦ કલાકો દેશના હીત માટે ચર્ચા કરવાની હતી ત્‍યાં માત્ર ૩૭ કલાકો જ કામ થયું છે અને ૮૩ કલાકો વ્‍યર્થ ગયા છે. એનો અર્થ એ થયો કે માત્ર ૩૧% જ કામ થયું છે. અને બાકી ૬૯% સમય મારી સત્તા - તારી સત્તા એમ કરીને માત્ર હોબાળો કરવામાં કાઢી નાખ્‍યો છે અને આવું જ કઈક રાજ્‍યસભામાં પણ થયું છે. જ્‍યાં ૧૨૦ કલાક કામના નામે માત્ર ૪૭ કલાક કામ કરીને સનદોએ તેમના હિતમાં દેખાવ પ્રદર્શન કરીને સામાન્‍ય નાગરિક કલ્‍યાણના ૭૩ કલાકો બરબાદ કર્યા છે એટલે કે માત્ર ૩૮% જેટલું જ કામ કર્યું.

દેશના દિગ્‍ગજ સમાજવાદી નેતા ડૉક્‍ટર રામ મનોહર લોહીયાએ કહ્યું હતું કે રસ્‍તાઓ જો શાંત રહેશે તો સંસદ આવારા થઈ જશે. ત્‍યારે એમનો કહેવાનો અર્થ એ હતો કે જો કોઈ પણ લોકતંત્રને ટકાવી રાખવા માટે જનતાએ પોતે જાગળત રહેવું પડશે. આ નારો યાદ કરાવીને અમે તમે સંસદના મોન્‍સૂન સત્રના છેલ્લા દિવસોનો એ હિસાબ યાદ કરાવવા માંગીએ છીએ જે જણાવે છે કે જ્‍યાં લોકસભામાં ૧૨૦ કલાક કામ થવાનું હતી ત્‍યાં માત્ર ૩૭ કલાક જ કામ થયું છે.

મોન્‍સૂન સત્રમાં લોકસભામાં જે સાંસદોએ દેશના હિતમાં ૧૨૦ કલાક ચર્ચા કરવાની હતી તેમણે ફક્‍ત ૩૭ કલાક કામ કર્યું. ૮૩ કલાક વેડફાયા. એટલે કે ૩૧% કામ થયું. બાકી સમય રાજકારણના નામે હોબાળો કરીને ૬૯% સમય વેડફયો અને રાજ્‍યસભામાં પણ એવું જ થયું. જ્‍યાં ૧૨૦ કલાક કામના નામે ૪૭ કલાક કામ કર્યા પછી સાંસદોએ પોતાના હિતમાં કરેલ હોબાળામાં ૭૩ કલાક રાષ્‍ટ્રીય હિતમાં વેડફાયા. એટલે કે ૩૮% કામ થયું. ૬૨% સમય જનતા માટે બિલકુલ વાપર્યો નહીં.

જે સાંસદોએ જાગળતિ લાવવાની હતી તેમણે મોન્‍સૂન સત્રમાં શું કર્યું? આ વાત સાંભળીને આヘર્ય થશે કે લોકસભામાં ૮૩ કલાક સુધી કોઈ કામ થયું નહીં. એટલે કે જનતાના ૧૨૪ કરોડ ૫૦ લાખ રૂપિયા વેડફાયા. રાજ્‍યસભામાં ૭૩ કલાક વેડફાયા એટલે ૮૦ કરોડ રૂપિયા. એટલે કે બંને ગળહોમાં મળીને કુલ ૨૦૪ કરોડ ૫૦ લાખ રૂપિયા વેડફાયા.

જ્‍યારે દેશે તેનો ૭૯મો સ્‍વતંત્રતા દિવસ ઉજવ્‍યો હતો તે દિવસે પણ મોન્‍સૂન સત્ર દરમિયાન સંસદ ૭૯ કલાક પણ ચાલી ન હતી અને જો તમે તેના ચાલવાની રીતનો હિસાબ જાણશો તો તમને લાગશે કે આ જ કારણસર સાંસદો ચૂંટાય છે. ૨૪ જુલાઈએ લોકસભા ૧૨ મિનિટ ચાલી. ૧ ઓગસ્‍ટે લોકસભા ૧૨ મિનિટ ચાલી. ૨૩ જુલાઈએ લોકસભા ૧૮ મિનિટ ચાલી. ૪ ઓગસ્‍ટે લોકસભા ૨૪ મિનિટમાં મુલતવી રાખવી પડી. ૨૧ દિવસમાં ૫ દિવસ લોકસભા ફક્‍ત ૧ કલાક કે તેથી વધુ સમય માટે ચાલી. જ્‍યાં સાંસદો એક કલાક બેસીને કામ કરી શકતા નથી. જનતા તેમને ૫-૫ વર્ષની જવાબદારી આપીને મોકલે છે.

પહેલા સંસદ વધુ વારંવાર ચાલતી હતી. ધીમે ધીમે રાજકારણ વધ્‍યું. હોબાળો વધ્‍યો. ચર્ચા ઓછી થઈ. ભારતની પહેલી લોકસભા ૧૪ સત્રોમાં ૩૭૮૪ કલાક ચાલી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો ૧૯૭૪ સુધી દરેક લોકસભા કાર્યકાળમાં સતત બેઠકોની સંખ્‍યા ૧૦૦ થી વધુ હતી. ૧૯૭૪ પછી ૨૦૧૧ સુધી ફક્‍ત ૫ વાર એવું બન્‍યું કે ગળહમાં બેઠકોની સંખ્‍યા ૧૦૦ ને વટાવી ગઈ. પહેલી લોકસભામાં ૩૩૩ બિલ પાસ થયા. ૧૭મી લોકસભામાં એટલે કે છેલ્લી લોકસભામાં ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન કુલ ૨૨૨ બિલ પાસ થયા. આ વખતે સંસદમાં હોબાળા વચ્‍ચે જનતા માટે મહત્‍વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્‍યા છે પરંતુ વિપક્ષ સાથે આ બિલ અંગે ચર્ચા કરવામાં આવી નાથી.

સંસદમાં બેઠેલા ૯૩% સાંસદો કરોડપતિ છે. તેમને હાલમાં દર મહિને ૧,૨૪,૦૦૦ રૂપિયા પગાર મળે છે. મતવિસ્‍તાર ભથ્‍થું ૮૪,૦૦૦ રૂપિયા છે. સાંસદોનું દૈનિક ભથ્‍થું ૨૫૦૦ રૂપિયા છે. પગાર ભથ્‍થા સહિત દરેક સાંસદને જાહેર નાણાંમાંથી દર મહિને ૨,૫૪,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. (રર.૫)

(10:29 AM IST)