<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

૧૫ વર્ષ જુની ગાડીઓની રિન્‍યુઅલ ફીમાં વધારો : ૧પને બદલે ર૦ વર્ષ સુધી જુની ગાડી દોડાવી શકાશે

દિલ્‍હી - એનસીઆર જ નહી આ આદેશ દેશભરમાં લાગુ થશે ૧૫ વર્ષથી વધુ ગાડી ચલાવવા માટે વધુ ફી ચુકવવી પડશે

નવી દિલ્‍હી, તા.૨૨: કેન્‍દ્ર સરકારે જૂના વાહનોના માલિકોને ઝટકો આપ્‍યો છે. હવે ૧૫ વર્ષ જૂના વાહનોનું રજીસ્‍ટ્રેશન ૨૦ વર્ષ સુધી લંબાવવા માટે વધુ રિન્‍યુઅલ ફી ચુકવવી પડશે. આનો અર્થ એ છે કે જુના વાહનને વધુ ૫ વર્ષ સુધી ચલાવી શકાશે. આ આદેશ ફકત દિલ્‍હી - એનસીઆરમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં લાગુ થશે.

આ ઉપરાંત, હવે ૨૦ વર્ષ જૂના વાહનોનું રજીસ્‍ટ્રેશન રિન્‍યુ કરાવવું મોંઘું થઈ ગયું છે. રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલયે આ માટે નવી ફી યાદી બહાર પાડી છે. આ નિયમ ૨૦ ઓગસ્‍ટ ૨૦૨૫ થી અમલમાં આવ્‍યો છે અને બધી ફી GST થી અલગ રહેશે. આ ઉપરાંત, જો તમારી પાસે ૧૫ વર્ષ જૂનું વાહન છે, તો તમે તેનો ઉપયોગ વધુ ૫ વર્ષ માટે કરી શકો છો.

સરકારે આ ફેરફાર ‘સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ રૂલ્‍સ (ત્રીજો સુધારો), ૨૦૨૫' હેઠળ કર્યો છે. તેનો ઉદ્દેશ્‍ય જૂના, પ્રદૂષિત વાહનોને ધીમે ધીમે રસ્‍તાઓ પરથી દૂર કરવાનો અને લોકોને નવા વાહનો ખરીદવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

નવા નિયમો સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ રૂલ્‍સ (ત્રીજો સુધારો), ૨૦૨૫ૅ હેઠળ લાગુ કરવામાં આવ્‍યા છે અને સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં માનવામાં આવશે. નવી જોગવાઈઓ અનુસાર, માનવ સંચાલિત વાહન (અમાન્‍ય વાહન) માટે નવીકરણ ફી રૂ.૧૦૦ નક્કી કરવામાં આવી છે. મોટરસાઇકલ માટે આ ફી રૂ.૨,૦૦૦ હશે. થ્રી-વ્‍હીલર અથવા ક્‍વાડ્રિસાઇકલ પર રૂ.૫,૦૦૦ ચૂકવવા પડશે. હળવા મોટર વાહન (LMV) માટે નોંધણી નવીકરણ ફી રૂ.૧૦,૦૦૦ હશે.

આ ઉપરાંત, આયાતી ટુ-વ્‍હીલર માટે રૂ.૨૦,૦૦૦ અને આયાતી ફોર-વ્‍હીલર માટે રૂ.૮૦,૦૦૦ ફી લેવામાં આવશે. તે જ સમયે, અન્‍ય શ્રેણીના વાહનો માટે આ ફી રૂ.૧૨,૦૦૦ નક્કી કરવામાં આવી છે.(૨૩.૩૪)

 અમાન્‍ય વાહનઃ રૂ.૧૦૦

- મોટરસાઇકલઃ રૂ.૨,૦૦૦

- ટ્રાઇસિકલ/ક્‍વાડ્રિસાઇકલઃ રૂ.૫,૦૦૦

-  હળવા મોટર વાહનઃ રૂ.૧૦,૦૦૦

- આયાતી મોટર વાહન (૨ અથવા             ૩ વ્‍હીલર્સ): રૂ.૨૦,૦૦૦

- આયાતી મોટર વાહન (૪ અથવા             વધુ વ્‍હીલ્‍સ): રૂ.૮૦,૦૦૦

- અન્‍ય વાહનઃ રૂ.૧૨,૦૦૦

- આ શુલ્‍કમાં ગુડ્‍સ અને સર્વિસ                    ટેક્‍સ (GST) શામેલ નથી.

 

(3:55 PM IST)