<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સપ્તાહના છેલ્લા સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

શેરબજારમાં છ દિવસની તેજી પર બ્રેકઃટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૯૩.૮૬ પોઇન્ટ ઘટાડા સાથે ૮૧,૩૦૬.૮૫ પર બંધ : નિફ્ટી ૨૪,૮૭૦.૧૦ પર બંધ

મુંબઈ, તા.૨૨:શેર બજારમાં ફરી તેજી પર બ્રેક વાગી ગઇ છે. શેર બજારમાં આજો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૯૩.૮૬ પોઇન્ટ ઘટાડા સાથે ૮૧,૩૦૬.૮૫ પર બંધ થયો. જ્યારે નિફ્ટી ૨૧૩.૬૫ પોઇન્ટ ઘટાડા સાથે ૨૪,૮૭૦.૧૦ પર બંધ થયો છે.

શેરબજારમાં ૬ દિવસની તેજી અટકી ગઈ છે. સેન્સેક્સ, નિફ્ટી લગભગ ૦.૯ ટકા ઘટીને બંધ થયો.

બેંકિંગ શેરોમાં દબાણ, ઇન્ડેક્સ ૧ ટકાથી વધુ ઘટ્યો. મેટલ, એફએમસીજી, ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.

મેટલ, ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી. આઇટી, રિયલ્ટી, એનર્જી શેરોમાં દબાણ રહ્યું જ્યારે ફાર્મા ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૯૩.૮૬ પોઈન્ટ ઘટીને ૮૧,૩૦૬.૮૫ પર બંધ થયો. નિફ્ટી ૨૧૩.૬૫ પોઈન્ટ ઘટીને ૨૪,૮૭૦.૧૦ પર બંધ થયો છે.

શુક્રવારના ટ્રેડમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના શેર ૨.૦૨ ટકા ઘટીને રૃ. ૨,૩૯૯.૩૦ પર બંધ થયા. આ સ્ટોક નિફ્ટી નેક્સ્ટ ૫૦ ઇન્ડેક્સનો ભાગ છે. જૂન ૨૦૨૫ માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક રૃ. ૧૬,૪૧૨.૮૮ કરોડ હતી.

(8:21 PM IST)