News of Saturday, 23rd August 2025
ભાઈ ભાઈ! વરરાજાને દહેજમાં મળ્યો એક પેટ્રોલ પંપ અને ૨૧૦ વીઘા જમીન
મહેમાનોની આંખો ફાટી રહી...લગ્નમાં વરરાજાને દહેજ મળવાનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ભલભલાને ચક્કર આવી જાય

નવી દિલ્હી તા.૨૩: લગ્નમાં મોટો દહેજ લેવાના વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતા હોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજાની સાથે સાથે જાનૈયાને પણ છોકરીવાળા દહેજમાં ખૂબ ગિફટ આપે છે. હવે લગ્નમાં વરરાજાને દહેજ મળવાનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ભલભલાને ચક્કર આવી જાય. લગ્નમાં આવેલા મહેમાનો પણ વરરાજાને મળી રહેલી ગિફટ જોઈને આંખો ફાટી રહી હતી. સોશિયલ મીડિયા વાયરલ વીડિયો જે પણ જોઈ રહ્યા છે, તે ચોંકી રહ્યા છે. વરરાજાને મળી રહેલા આ ભારે ભરખમ દહેજનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર સનસનાટી ફેલાવી દીધી છે. આવો જાણીએ આખરે વરરાજાને દહેજમાં શું શું મળ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજાને દહેજમાં ૨૧૦ વીઘા જમીન આપવાની વાત થઈ રહી છે. હજુ તો આગળ ઘણું બધું છે. ખાલી ૨૧૦ વીઘા જમીન જ નહીં, પણ વરરાજાને એક પેટ્રોલ પંપ પણ મળી રહ્યો છે. સાથે જ વરરાજાને ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયા રોકડા, ૩ કિલો ચાંદી પણ મળે છે. આ વીડિયોએ તો સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. જો કે, ભારતમાં દહેજ લેવો અને આપવો બંને ગુનો છે. આ મામલો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી સામે આવ્યો છે. અહીં થયેલા આ લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા છે. હવે આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, આ વીડિયો પર દોઢ લાખથી પણ વધારે વ્યૂઝ આવી ચૂક્યા છે. આ વીડિયોને એક્સ હેન્ડલ પર @Shizukahuji શેર કર્યો છે. તેના પર એક યુઝરે લખ્યું કે, અરેન્જ મેરેજમાં તો પૈસા જ પૈસા છે. બીજા યુઝર્સે લખ્યું કે, હું ખાલી એ વિચારીને પરેશાન છું, આ વરરાજાની પ્રોફાઈલ શું છે? ત્રીજાએ લખ્યું કે, મારવાડીઓમાં આવા લગ્ન થાય છે. ચોથાએ લખ્યું કે, સરકારની નજર હજુ સુધી આ વીડિયો પર પડી નથી.(૩૮.૧૫)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
